Damanganga Times.

Damanganga Times.

October 24, 2026

દાદરામાં જુગાર રમતાં ૯ ઝડપાયા

દાદરામાં જુગાર રમતાં ૯ ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૩ ઃુ દાદરા પંચાયત વિસ્તારમાં કથિત રીતે ચાલતા જુગારધામ પર સેલવાસા પોલીસે મધરાતે દરોડો પાડી નવ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા સ્થળ પરથી રૂ. ૯૭ હજાર રોકડા, તાસનાં પત્તાં અને મોબાઇલ ફોન જ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક સચિન યાદવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, દાદરા પંચાયત વિસ્તારમાં રામમંદિર પાછળ આવેલી ઍક વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે ગુરુવાર, તા. ૨૨ ઑક્ટોબરની મધરાતે સેલવાસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિશાલ પટેલની આગેવાની હેઠળ પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન સ્થળ પરથી નવ શખ્સોને પકડી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા શખ્સોમાં ગૌરવ મિશ્રા, સિરાજ રાધનપુરા, રાજુ, ગજાનન પવાર, સંતોષ અને નાસિર સહિત અન્ય ત્રણ લોકોનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ ઉપરાંત તાસનાં પત્તાં અને મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે. દાદરા વિસ્તારમાં થયેલી આ પોલીસ કાર્યવાહીને પગલે સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. હાલ પોલીસ અધિક્ષક સચિન યાદવના માર્ગદર્શન હેઠળ પીઍસઆઈ વિશાલ પટેલ દ્વારા કેસમાં વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન કથિત જુગારધામને લગતી અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતા છે.