Damanganga Times.

Damanganga Times.

October 24, 2026

ગુંદલાવમાં દૂધ ભરેલો ટેમ્પો પલટયો ઃ લોકો દૂધ લૂંટવા દોડયા

ગુંદલાવમાં દૂધ ભરેલો ટેમ્પો પલટયો ઃ લોકો દૂધ લૂંટવા દોડયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૩ ઃ વલસાડ નજીકના ગુંદલાવ ઓવરબ્રિજ નીચે ઍક દૂધ ભરેલો ટેમ્પો પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો.  વલસાડ ટેમ્પામાં દૂધ ભરી વલસાડ નેશનલ હાઇવે નંબર ૪૮ પરના ગુંદલાલ હાઇવે પરથી સેલવાસ તરફ જઈ રહ્ના હતો. ઍ દરમિયાન ટેમ્પો ચાલક   ટર્ન લેતી વખતે ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર પર ચડી ગયો હતો અને પલટી ખાઈ ગયો હતો.  અકસ્માતમાં ટેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને વાહનમાં ભરેલી દૂધની થેલીઓ રસ્તા પર વેરવિખેર થઈ ગઈ હતી. અનેક થેલીઓ ફાટી જતાં માર્ગ પર દૂધની નદીઓ વહેવા લાગી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળાં ઍકઠા થઈ ગયા હતા. જોકે, મદદ કરવા આગળ આવવાને બદલે કેટલાક લોકો રસ્તા પર પડેલી દૂધની થેલીઓ ઉઠાવીને લઈ જવા દોડ્યા હતા. ચાલકે વાહન પરથી કાબૂ કયા કારણોસર ગુમાવ્યો તે અંગેની વધુ વિગતો હજુ સામે આવી નથી.