દમણમાં ‘સુકૂન ઘી’ નો ભેળસેળીયો કારભાર
- byDamanganga Times
- 24 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૩ ઃ તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત દમણના ખાદ્ય સુરક્ષા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. રિંગણવાડા-કચીગામ સ્થિત મે. સાવત્તા ફૂડ પ્રોડક્ટ્સમાંથી ‘સુકૂન ઘી’ બ્રાન્ડના ૮,૨૨૪.૩૭ કિલોગ્રામ અમાનક ગાયના ઘીનો જથ્થો જ કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂનાની પ્રયોગશાળામાં તપાસ દરમિયાન વનસ્પતિ ચરબીની ભેળસેળના સંકેતો મળી આવ્યા હતા. આ મામલે સંબંધિત ઍકમને સુધારણા નોટિસ અને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ખાદ્ય સુરક્ષા વિભાગના જણાવ્યા અનુસાર, સંબંધિત ઍકમમાંથી લેવામાં આવેલા ઘીના નમૂનાની તપાસ ઍનઍબીઍલ માન્યતા પ્રા પ્રયોગશાળામાં કરાવવામાં આવી હતી. તપાસમાં બીટા-સિટોસ્ટેરોલની હાજરી મળી આવી હતી, જે વનસ્પતિ ચરબી સાથે સંબંધિત તત્ત્વ છે. આ ઉપરાંત, ઘીનું આર.ઍમ. મૂલ્ય નિર્ધારિત લઘુત્તમ ૨૪.૦ની સરખામણીઍ માત્ર ૧.૩૨ નોંધાયું હતું. નમૂનામાં બોડોઇન ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ તારણોના આધારે ઘીનો નમૂનો નિર્ધારિત ગુણવત્તા માપદંડો મુજબનો ન હોવાનું સામે આવ્યું છે. પ્રયોગશાળાના અહેવાલના આધારે ખાદ્ય સુરક્ષા વિભાગે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ, ૨૦૦૬ની કલમ ૩૨ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સંબંધિત ઍકમને ‘સુકૂન ઘી’ના વેચાણ અને સપ્લાય પર તાત્કાલિક રોક લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નિર્ધારિત સમયમર્યાદામાં નોટિસનો સંતોષકારક જવાબ નહીં મળે તો ખાદ્ય સુરક્ષા લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ખાદ્ય સુરક્ષા અધિકારીઓના નિરીક્ષણ દરમિયાન ઍકમમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લગતી અનેક ખામીઓ પણ જોવા મળી હતી. પરિસરમાં સ્વચ્છતાનો અભાવ હતો અને કાચા માલના સુરક્ષિત સંગ્રહ માટે પૂરતી વ્યવસ્થા નહોતી. આ ઉપરાંત, ઍકમના સંચાલક જરૂરી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, કાચા માલની ખરીદીનાં બિલ અને અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. મિલાવટ સામે કાર્યવાહી ચાલુ રહેશેઆરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષા સુનિડ્ઢિત કરવા માટે વિશેષ તપાસ અને અમલીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્નાં છે. ગ્રાહકોને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય તે માટે સમગ્ર પ્રદેશમાં તપાસ અને કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રહેશે.
