વાપી સોનારસ સામે ઈવી કાર સળગી
- byDamanganga Times
- 23 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ ઃ વાપી ગાંધી સર્કલ પાસે સોનોરસ શોપિંગ કોમ્પલેક્ષ સામે બુધવાર રાત્રે ૯.૧૫ કલાકે ઍક ઇલેક્ટ્રિક કાર શોર્ટ સર્કિટ થતાં પળવારમાં ભડભડ સળગી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં નોટીફાઇડ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો પણ કાબુમા ન આવતી હોય ફોમ નો મારો કરી આગ બુઝાવી હતી જોકે ત્યાં સુધીમાં આખી કાર સળગી ગઈ હતી. સદ્નસીબે કાર સવારો ઘટના પહેલાં ઉતરી ગયા હતા.
