Damanganga Times.

Damanganga Times.

October 23, 2026

ઉમરગામમાં સંઘ દ્વારા ૬ સ્થળોઍ વિજયાદશમી ઉત્સવ ઉજવાયો

ઉમરગામમાં સંઘ દ્વારા ૬ સ્થળોઍ વિજયાદશમી ઉત્સવ ઉજવાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૨ ઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ય્લ્લ્) દ્વારા આ વર્ષે ૧૦૧મા વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સંઘની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ થયા બાદ હવે ૧૦૧ માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિવિધ સ્થળોઍ કાર્યક્રમો યોજાઈ રહ્ના છે. ઉમરગામ મંડળના વિજયાદશમી ઉત્સવ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવસારી વિભાગ કાર્યવાહ દેવેન્દ્ર ગાવકરે માહિતી આપતાં જણાવ્યું હતું કે સંઘનું કાર્ય ગામડાંઓ સુધી પહોંચે અને સંગઠનના કાર્યનું વિકેન્દ્રીકરણ થાય તે હેતુથી આ વર્ષે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દેવેન્દ્ર ગાવકરના જણાવ્યા અનુસાર, અગાઉ વિજયાદશમી ઉત્સવનો કાર્યક્રમ મુખ્યત્વે તાલુકા સ્તરે યોજવામાં આવતો હતો. જોકે, સંઘનું સંગઠનાત્મક કાર્ય વધુ વ્યાપક બને, ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંસેવકોની ભાગીદારી વધે અને વધુ લોકો સુધી સંઘના વિચારો તથા પ્રવૃત્તિઓ પહોંચે તેવા ઉદ્દેશથી આ વર્ષે ઉમરગામ તાલુકામાં કુલ છ અલગ - અલગ સ્થળોઍ વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમરગામ મંડળ અંતર્ગત આવેલા ૧૦ ગામોના સ્વયંસેવકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્ના હતાં. વિવિધ ગામોમાંથી આવેલા સ્વયંસેવકોની સહભાગિતાથી ઉત્સવમાં સંગઠનાત્મક ઍકતા અને સામૂહિક ભાગીદારીનો સંદેશ જોવા મળ્યો હતો. સંઘના કાર્યને માત્ર ઍક સ્થળ કે તાલુકા પૂરતું મર્યાદિત રાખવાને બદલે ગામડાંઓ સુધી પહોંચાડવા માટે કરવામાં આવેલું આ આયોજન સંગઠનના વિસ્તરણની દિશામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્થાનિક સ્તરે કાર્યક્રમો યોજવાથી સ્વયંસેવકોને ઍકત્ર થવાની, પરસ્પર સંપર્ક વધારવાની અને સંગઠનની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવાની તક મળે છે. આ રીતે ઉમરગામ તાલુકામાં છ સ્થળોઍ યોજાઈ રહેલા વિજયાદશમી ઉત્સવ દ્વારા સંઘના કાર્યના વિકેન્દ્રીકરણ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠનાત્મક જોડાણને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્ના છે.