ઉમરગામ ધારાસભ્યના નિવાસસ્થાને ૩૫ ગ્રા.પં.ના સરપંચો સાથે બેઠક મળી
- byDamanganga Times
- 23 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૨ ઃ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસ્થાને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ૩૫ થી વધુ ગ્રામ પંચાયતના સરપંચો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. નવી ટાંકીઓની જરૂરિયાત, મુખ્ય પાઇપલાઇનનું સમારકામ, ગ્રામ પંચાયત કક્ષાઍથી વિવિધ ફળિયાઓમાં પાણીની પાઇપલાઇન દ્વારા અપાતી સુવિધા વગેરે બાબતે સમીક્ષા કરી ઍક મહિનાના સમયગાળામાં કામગીરી પૂર્ણ કરવા અને સમસ્યાનો ઉકેલ કરવા ધારાસભ્ય રમણભાઈ પાટકરઍ તાકીદ કરી. ઉપસ્થિત સરપંચો, તાલુકા પંચાયત સભ્યો ને સમીક્ષા થયેલ ચર્ચા મુજબ કામગીરી થાય છે કે નહીં તે અંગે કાળજી રાખવા જણાવ્યું.
બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ, કારોબારી અધ્યક્ષ મનીષભાઈ, તાલુકા સરપંચ પ્રમુખ રાકેશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને સંકલન સમિતિના સભ્યો મુકેશભાઈ પટેલ, નોટિફાઇડ બોર્ડ સરીગામના ચેરમેન દિલીપભાઈ ભંડારી, વલસાડ જિલ્લા ભાજપના હોદ્દેદાર મયુરીબેન, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા પંચાયત સભ્યો નોંધપાત્ર સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં.
