દમણની નાઈટિંગલ ફાઉન્ડેશન દ્વારા બાળિકાઓનું સન્માન કરાયું
- byDamanganga Times
- 23 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૨ ઃ દમણની ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત ઍક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સંસ્થાપક અધ્યક્ષા અને દાનહ-દમણ-દીવ ભાજપા મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી પ્રતિભાબેન મનીષભાઈ સ્માર્ટના હસ્તે જય ગરબી મંડળ સુરજવાવ ચોક ખાતે દેવી નવદુર્ગાના પ્રતીક સમાન નાની બાળાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતા પ્રતિભાબેન સ્માર્ટ, આરાધનાબેન સ્માર્ટ સહિત સ્માર્ટ પરિવારના સભ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત સુરજવાવ ચોક ની જય અંબે ગરબી મંડળના આયોજકો, ખેલૈયાઓ અને બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્ના હતા. નાઇટિંગલ ફાઉન્ડેશન છેલ્લા અનેક વર્ષોથી શિક્ષણ, નારી સશક્તિકરણ અને સાંસ્કૃતિક ચેતનાના ક્ષેત્રે સક્રિય યોગદાન આપી રહ્નાં છે.
