Damanganga Times.

Damanganga Times.

October 23, 2026

ચણોદની કેબીઍસ કોલેજ મહિલા હેન્ડબોલમાં ચેમ્પિયન

ચણોદની કેબીઍસ કોલેજ મહિલા હેન્ડબોલમાં ચેમ્પિયન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ ઃ વાપીના ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા ઍન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, ખાતે  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત હેઠળ આંતર-કોલેજ  હેન્ડબોલ   (વુમન )  સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિમલભાઈ ચૌહાણ (ભાજપ મહામંત્રી વાપી નોટીફાઈડ) મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્ના હતા અને તેમણે તેમના વાપી ેરણાદાયી શબ્દોથી ભાગ લેનારાઓને વાપી પ્રોત્સાહિત કર્યા હતા. યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની ટીમોઍ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉત્તેજક અને સ્પર્ધાત્મક રાઉન્ડ પછી, યજમાન કોલેજ, કેબીઍસ ઍન્ડ નટરાજ કોલેજ, વાપી ચેમ્પિયન તરીકે ઉભરી આવી હતી, જ્યારે પી.ટી. સાયન્સ  કોલેજ, સુરત  રનર્સ-અપ સ્થાન પર રહી હતી. સમગ્ર સ્પર્ધાનું કાર્યક્ષમ આયોજન અને સંચાલન કોલેજની રમતગમત સમિતિ સાથે શારીરિક શિક્ષણના સહાયક પ્રોફેસર ડો. મયુર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓમાં ઉત્તમ રમતગમત, ટીમવર્ક અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે, કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે તમામ ભાગ લેનાર ટીમો, વિજેતાઓને  તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કાર્યક્રમના સફળતાપૂર્વક આયોજન માટે આયોજન સમિતિના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમજ યુનીવર્સીટી અંતર્ગત આંતર કોલેજ કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવા માટે તક મળવા બદલ યુંનીવર્સીટીનો આભાર વ્યક્ત કર્યો હતો.