Damanganga Times.

Damanganga Times.

October 23, 2026

સંજાણ અંબામાતા મંદિરમાં ભાગવત કથા

સંજાણ અંબામાતા મંદિરમાં ભાગવત કથા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૨ ઃ સંજાણ આમગામ રોડ ધોડિયાવાડ અંબામાતા મંદિર ના પટાગણ મા શારદીય નવરાત્રી અનુષ્ઠાન અંતર્ગત શરુ થયેલી સમર્થ કથાકાર પ્રફુલભાઇ શુક્લની શ્રીમદ્દ દેવી ભાગવતકથા મા આજે છઠા દિવસે દેવી ભાગવતકથાના માતાજી ની કૃપા પ્રા માટેના શ્રેષ્ઠ માર્ગ ભક્તિ માર્ગની ચર્ચા કરવામાં આવી હતી. આ પૂર્વે છઠ્ઠા દિવસનો દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. આચાર્ય અંકુરભાઈ શુક્લ, કિશનભાઇ દવે દ્વારા વેદ મંત્રોચાર કરવા મા આવ્યા હતા. ઉપસ્થિત શ્રોતાજનો તેમજ કથા ના મુખ્યયજમાન અને આયોજક ભાવનાબેન પ્રવીણકુમાર ગુા અને ઍમના પરિવાર દ્વારા પોથી તેમજ વ્યાસપૂજન કરવામાં આવ્યું હતુ. કથાકાર પ્રફુલભાઇ શુક્લ ઍ વ્યાસપીઠ પરથી કહ્ના હતુ કે જે ધારણ કરે છે ઍ ધર્મ છે, ભારત દેશ મહાપુરુષો અને ઋષિમુનીઓ નો છે, બહાર ના શત્રુઓ ને હણવા ઍ સરળ છે જ્યારે ભીતર ના શત્રુ ને હણવા ઍ કઠિન છે, જગત મા ઍકજ આધાર છે અને ઍ છે મા અનિત્ય સંસાર મા નિત્ય કેવલ રામ છે જેણે જીવન માઁ ને સોપ્યુ હોય ઍની ચિંતા માઁ કરે છે ૅ,ૅજ્યાં સુધી શરણાગતી ના આવે ત્યાં સુધી પરિણામ નઈ આવે, બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓ માતાજી ના ગુણગાન ગાય છે. વિશાળ સંખ્યા મા ભાવિક ભક્તો માતાજી ના નામ સ્મરણ અને કીર્તન મા જોડાયા હતા. કથા મા ઉમરગામ બ્રહ્મ સમાજ અગ્રણી ચંદ્રકાન્તભાઇ શુક્લ,યુવા કથાકાર હાર્દિકભાઈ શુક્લ, દીપકભાઈ ચોપડીયા (લ્. વ્ મોર્ચા પ્રદેશ મંત્રી ), રવુભાઇ વળવી(શ્રી રામ સેના પ્રદેશ સચિવ), મયુરભાઈ વખારીયા (રાષ્ટ્રીય સચિવ શ્રી રામ સેના), મદેશિયા વેશ્ય સમજ સેવા સંઘની ટિમ માતૃ શક્તિ અને મેહમાનો પધાર્યા હતા. જેમનું સ્વાગત જયેશભાઇ જયસવાલ, નિશાંતભાઇ ગુા અને આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતુ. ચંદ્રકાન્તભાઇ શુક્લ અને હાર્દિકભાઈ શુક્લ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતુ. ઉપસ્થિત શ્રોતાજનો ઍ મહાપ્રસાદનો લાભ લીધો હતો. કથા ને સફળ બનાવવા માટે આયોજકો સાર્વજનિક મિત્ર મંડળ ધોડિયાવાડ સંજાણ,મદેશિયા વૈશ્ય સમાજ સંઘ ઉમરગામ, ૐ સાંઈ પદયાત્રી મિત્ર મંડળ ભારે જેહમત ઉઠાવી રહ્ના છે.