વલસાડમાં ટેમ્પોમાંથી વિદેશી દારૂ ઝડપાયો
- byDamanganga Times
- 23 October, 2026
વલસાડ, તા.૨૨ ઃ વલસાડ ઍલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હોય જે દરમિયાન બાદ મળતા પોલીસની ટીમ પારનેરા ચણવાઈ નેશનલ હાઇવે નંબર ૪૮ પર વોચ ગોઠવી ઊભા રહેતા બાદમે વાળો બંધ બોડી નો ટેમ્પો અટકાવે તેમાં તપાસ કરતા ૯૪.૮૬ લાખનો દારૂ સહિત ઍક કરોડના મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો જોકે ટેમ્પો ચાલક ભાગી જતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન મળેલી બાતમી આધારે વલસાડના પારનેરા ચણવઈ ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે નંબર ૪૮ પર મુંબઈથી સુરત તરફ જતા સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ઍક બંધ બોડીનો ટેમ્પો નંબર ઍમઍચ ૧૪/ ઍફ ઈ/ ૧૭ ૪૪ ને ઉભી રાખવાનો ઇશારા કરતા ટેમ્પો ચાલક ટેમ્પો રોડ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે ટેમ્પાની અંદર તપાસ કરતા દારૂના બોક્સ ૧૦૨૪ તેમાંથી બોટલ ૪૯,૧૫૨ ની કિંમત રૂપિયા૯૪,૮૬,૩૩૬ રૂપિયા તથા ટેમ્પાની કિંમત ૧૦ લાખ મળી કુલ ૧.૦૪ કરોડના મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. ઍલસીબી ની ટીમે ટેમ્પાને વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવતા આગળની તપાસ હાથ ધરી છે.
