વલસાડ ઍસટી શરદપૂનમે નારેશ્વર અને ડાકોર માટે સ્પેશિયલ બસ દોડાવશે
- byDamanganga Times
- 23 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૨૨ ઃ ગુજરાત ઍસ.ટી.ના વલસાડ વિભાગ દ્વારા દર મહીને નારેશ્વર અને ડાકોરની પૂનમ વિશેષ બસ દોડાવવામાં આવે છે જે ખુબ જ લોકપ્રિય બની છે.શરદ પૂનમે વલસાડ-નારેશ્વર બસ તા.૨૫/૧૦- રવિવારે અને ધરમપુર ડાકોર બસ ૨૫/૧૦ ના રોજ રાત્રે ૯ કલાકે ઉપડશે. વલસાડ-સુરત-નારેશ્વર બસ રવિવારે સવારે ૫/૨૦ કલાકે વલસાડથી ઉપડી ચીખલી- ૫/૪૫ -ઍંધલ -ખારેલ-નવસારી- ૬/૨૫ -સચિન-ઉધના ડેપો-સુરત સેન્ટ્રલ બસ ડેપો સવારે ૭/૨૫ -કામરેજ ચોકડી-કીમ ચોકડી - અંકલેશ્વર જીઆઈડીસી- ૮/૫૦ -ભોલાવ ભરૂચ- ૯/૧૦ ઉપડી ત્યાંથી પાલેજ થઈ નારેશ્વર સવારે ૧૦/૨૦ કલાકે પહોંચાડશે અને આ જ બસ બે કલાકના રોકાણ બાદ બપોરે ૧૨/૩૦ કલાકે પરત વલસાડ આવવા ઉપડશે. જયારે ડાકોર રણછોડરાયમંદિરમાં પૂનમની ૨૬/૧૦ ના રોજ ઉજવણી કરવાના હોય ધરમપુર-ડાકોર બસ તા.૨૫/૧૦ ની રાત્રે ૯ કલાકે ધરમપુરથી ઉપડી,વલસાડ-ચીખલી-ઍંધલ-ખારેલ-નવસારી-.સુરત-જીઆઈડીસી.અંકલેશ્વર ભરૂચ ભોલાવ-વડોદરા-વાસદ-ઉમરેઠ થઈ શરદપૂનમની મળસ્કે ૫ કલાકે ડાકોર પહોંચાડશે અને ડાકોરથી બપોરે બે વાગે પરત ધરમપુર આવવા ઉપડશે.આ બંને બસોમાં ઓનલાઈન આવવા જવા માટે બુકિંગ ઉપલબ્ધ છે. વલસાડ નારેશ્વર માટે (રુ.૨૧૧ ભાડુ ૫-બુકિગ=રૂ.૨૧૬/- ઍક તરફી ) બુકિંગ કરાવી આપની ધર્મયાત્રા સુનિડ્ઢિત કરો.
ધરમપુરથી રોજ સાંજે ચાર વાગે વીરપુર-જલારામ (વાયા-વલસાડ નવસારી)માટે સ્લીપર કૉચ ઉપડે છે, જેમાં બેઠકના- બેસીને જવાનો દર રૂપિયા ૪૬૭/- જ્યારે સુતા સુતા- સોફાનો ભાવ રૂ. ૫૬૭/-છે, જેનું પણ ઍડવાન્સ બુકિંગ બધે થાય છે.
