મોરાઈ-વટાર બ્રિજનું લોકાર્પણ થતાં મોરાઈ ઇન્ડ. ઍસો. દ્વારા મંત્રીઓનું સ્વાગત કરાયું
- byDamanganga Times
- 22 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપીના મોરાઈ ખાતે આવેલી ઇન્ડસ્ટ્રીઝ તેમજ સંઘપ્રદેશ દમણ તરફ જતાં વાહનો માટે મહત્વના ઍવા મોરાય રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ થતાં મોરાઈમાં આવેલા ઉદ્યોગોને તેમજ તેમાં કામ કરતાં કામદારો માટે આ બ્રિજ જીવાદોરી સમાન બન્યો છે. જેને ધ્યાને લઈ ઍસોસિઍશનના અગ્રણી મુકેશસિંહ ઠાકુરની આગેવાનીમાં મંત્રી અને સાંસદ તેમજ મહેમાનોને ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું. રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના મોરાઈ વટાર મુખ્ય રસ્તાથી બગવાડાને જોડતા રોડ પર કોલક નદી ઉપર રૂ. ૧૫૧૫.૫૯ લાખના ખર્ચે તૈયાર થયેલા મેજર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિ.પં. પ્રમુખ હેતલબેન પટેલ અને સાંસદ ધવલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્ના હતાં. આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈઍ જણાવ્યું કે, સમગ્ર દુનિયામાં અનેક દેશોનો અર્થતંત્ર નબળા પડ્યા હતાં, રશિયા, ઈઝરાયેલ અને યુક્રેન સહિતના દેશોમાં યુધ્ધ ફાટી નીકળ્યા તેવી સ્થિતિમાં પણ આપણા દેશનું સુકાન અને કુશળ નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથમાં હોવાથી દેશનો જીડીપી દર વધતો ગયો અને આપણને કોઈ ફરક ન પડ્યો.
લોકસભાના દંડક અને સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું કે, આજે ભારત વિશ્વનું સૌથી મોટુ અર્થતંત્ર બનવા જઈ રહ્નાં છે. માર્ગ અને મકાન (સ્ટેટ)ના વલસાડ જિલ્લાના કાર્યપાલક ઈજનેર જતીન પટેલે જણાવ્યું કે, આ ફલાયઓવરબ્રિજ બનવાથી વાપી, સલવાવ, ટુકવાડા, મોરાઈ, વટાર, દમણ જીઆઈડીસી તરફથી આવતા અને ને.હા. ૪૮ તરફ જતાં ટ્રાફિક માટે ખૂબ જ ટૂંકો સમય લાગશે. આ બ્રિજ ઍક બાજુ વાપી શહેર અને બીજી બાજુ વટાર અને દમણ ઈન્ડસ્ટ્રીયલ ઍરિયાને જોડે છે. જેથી લોકોને સરળતા રહેશે. આ પ્રસંગે મોરાઈ ઈન્ડસ્ટ્રીઝ ઍસો. મુકેશસિંહ ઠાકુર નવલભાઇ, યોગેશભાઈ જમશેદજી હેમંતભાઈ પટેલ, ભરતભાઈ પટેલ દ્વારા મંત્રી અને સાંસદ નું પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરાયુ હતું.
આ લોકાર્પણ પ્રસંગે વાપીના મેયર દક્ષાબેન પટેલ, ડે.મેયર મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતિષ પટેલ, વાપી મનપા કમિશ્નર ઍન.ઍફ. ચૌધરી અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્ના છે.
