નવસારી ડિસ્ટ્રિકટ ક્રિકેટ ઍસો. દ્વારા પ્રીમીયર લીગ યોજાશે
- byDamanganga Times
- 22 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૧ ઃ નવસારી જિલ્લામાં ઉભરતા યુવા ક્રિકેટરોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસિઍશન (ફઝ઼ઘ્ખ્) દ્વારા કમર કસવામાં આવી છે. નવસારી સર્કિટ હાઉસ ખાતે ઉપપ્રમુખ અશોક ગજેરાના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારી બેઠકમાં અંડર-૧૪, અંડર-૧૬ અને અંડર-૧૯ ટૂર્નામેન્ટ્સ તેમજ લોકપ્રિય નવસારી પ્રીમિયર લીગની પાંચમી સિઝન (ફભ્ન્-૫) યોજવા અંગે મહત્વપૂર્ણ રોડમેપ તૈયાર કરાયો હતો.
આ આયોજનથી ગ્રાસરૂટ સ્તરની સ્થાનિક પ્રતિભાઓને પોતાની રમત નિખારવાની ઉત્તમ તક મળશે.
