સાદડવેલની ગ્રામસભાની પ્રદૂષિત ઍકમોને નો ઍન્ટ્રી
- byDamanganga Times
- 22 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલીતા.૨૧ ઃ ચીખલી તાલુકાના સાદડવેલ ગામે ગ્રામ પંચાયત દ્વારા ઍક ખાસ ગ્રામસભા ગામના મહિલા સરપંચના અધ્યક્ષ પદે રાખવામાં આવી હતી. જેનો મુખ્ય ઍજન્ડા કોઈપણ પ્રકારના ઔદ્યોગિક કે વ્યવસાયિક ઉદ્યોગો પર્યાવરણને નુકસાન પહોંચાડે અથવા પ્રદૂષણ ફેલાવે તેવા ઉદ્યોગોને કોઈપણ જાતની પરવાનગી અપાશે નહીં.
ચીખલી તાલુકાના સાદડવેલ ગામે કાવેરી સુગરનો પ્રોજેક્ટ રદ થતા તેના સ્થાને અન્ય પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરાતાં આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ ઘણા લાંબા સમયથી ચાલતો હોય દરમિયાન આજરોજ બુધવારે સાદડવેલ રામજી મંદિરના પટાંગણમાં તાતી ખાડી પાસે મહિલા સરપંચ વૈશાલીબેન પટેલના અધ્યક્ષ પદે ઍક ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી. આ ગ્રામ સભામાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતાં. ગ્રામસભામાં સર્વાનુંમતે સાદડવેલ વિભાગમાં આવેલ કોઈપણ ખાનગી, સરકારી કે ગૌચરણની જમીનોમાં પર્યાવરણને નુકસાન પહોંચાડે અથવા પ્રદૂષણ ફેલાવે તેવી કોઈપણ પ્રકારની ઔદ્યોગિક કે વ્યવસાયિક કામગીરી ન કરવા દેવા બાબતે સર્વાનુમતે નક્કી કરાયું હતું.
