Damanganga Times.

Damanganga Times.

October 22, 2026

વાપી પંથકમાં કુમારિકા પૂજન સાથે નવરાત્રી પર્વ સંપન્ન

વાપી પંથકમાં કુમારિકા પૂજન સાથે નવરાત્રી પર્વ સંપન્ન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપી પંથકમાં નવરાત્રી પર્વ દરમિયાન  અનેક મહિલાઓઍ પોતાના ઘરમાં ગરબીની સ્થાપના કરી સતત નવ દિવસ સુધી માતાજીની પૂજા-અર્ચના કરી હતી. નવરાત્રીના પવિત્ર દિવસોમાં મહિલાઓઍ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. નવરાત્રીના અષ્ટમી પર્વ નિમિત્તે કેટલીક મહિલાઓઍ પોતાના ઘરે વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ૭, ૯ અથવા ૧૧ કુમારિકાઓને આમંત્રિત કરી તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે ઍક બાળ કિશોરનું પણ પૂજન કરી ધાર્મિક પરંપરા નિભાવવામાં આવી હતી. પૂજન બાદ કુમારિકાઓ અને બાળકને પ્રસાદરૂપે ભોજન કરાવી ભેટ-સોગાદ આપીને અષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
બીજી તરફ નવ દિવસ સુધી ઘરમાં સ્થાપિત કરવામાં આવેલી ગરબીઓનું આજે પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.