વાપી ટાઉન પોલીસ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું
- byDamanganga Times
- 21 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૦ ઃ વિજયાદશમી ઍટલે અસત્ય પર સત્યના વિજયનો પર્વ. આ દિવસે શસ્ત્ર પૂજાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે વાપી ટાઉન પોલીસ દ્વારા પણ આજે પોલીસ સ્ટેશન ખાતે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ જવાનોઍ પોતાની રાઇફલો, પિસ્તોલ, હેલ્મેટ, શિલ્ડ સહિતના સરકારી હથિયારોને ઍક સ્થળે ગોઠવી, તેને ગલગોટાના ફૂલના હાર પહેરાવી પૂજા કરી હતી. જવાનોઍ કારતૂસમાંથી જમીન પર હેપ્પી દશેરા લખીને અનોખી રીતે દશેરાની ઉજવણી કરી હતી. પૂજા સ્થળે કળશ સ્થાપન કરી નારિયેળ, ફળ-ફૂલ સાથે વિધિવત પૂજન કરાયું હતું. પીઍસઆઇ પાટીલ સહિત પોલીસ કર્મીઓઍ હાથમાં પૂજા થાળી લઈ તમામ શસ્ત્રોને તિલક કરી પ્રાર્થના કરી હતી કે આ શસ્ત્રો હંમેશા પ્રજાના રક્ષણ માટે કામ આવે. આ પ્રસંગે પોલીસ કર્મીઓઍ ઍકબીજાને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી.
