Damanganga Times.

Damanganga Times.

October 21, 2026

માંડવીમાં વિજયાદશમીઍ શસ્ત્ર પૂજા કરાઈ

માંડવીમાં વિજયાદશમીઍ શસ્ત્ર પૂજા કરાઈ


માંડવી, તા.૨૦ ઃ વિજયાદશમી (દશેરા) ના પાવન પર્વે શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજ, માંડવી (સુરત) દ્વારા પરંપરાગત રીતે ભવ્ય શસ્ત્ર પૂજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રમુખ  જીગ્નેશસિંહ રમેશસિંહ ખેંગાર, ઉપપ્રમુખ  શશીકાંતસિંહ અમરસિંહ ખેંગાર, ખજાનચી  મેહુલસિંહ મુકેશસિંહ ખેંગાર, મંત્રી જયેશસિંહ છગનસિંહ ખેંગાર તેમજ કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્ના હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠીઓ, સમાજબંધુઓ, અને નાગરિકોને દશેરાની શુભેચ્છાઓ પાઠવતા પ્રમુખ  જીગ્નેશસિંહ ખેંગારે જણાવ્યું હતું કે, ૅદશેરાનો તહેવાર ઍ અધર્મ પર ધર્મની, અસત્ય પર સત્યની અને બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. સનાતન સંસ્કૃતિમાં શાસ્ત્ર (જ્ઞાન) અને શસ્ત્ર (શક્તિ) બંનેનું સમાન મહત્વ છે. શસ્ત્ર પૂજા ઍ કોઈ હિંસાનું પ્રતીક નથી, પરંતુ આત્મરક્ષણ, નિર્દોષોની રક્ષા અને રાષ્ટ્રની સુરક્ષા માટેની આપણી સંકલ્પબદ્ધતા દર્શાવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજના આધુનિક યુગમાં શસ્ત્રોનું સ્વરૂપ બદલાયું છે. આજે જ્ઞાન, ઍકતા, સદાચાર અને શિક્ષણ ઍ આપણા સૌથી મોટા શસ્ત્રો છે. આપણો સમાજ માત્ર ભૌતિક શસ્ત્રોની જ નહીં, પરંતુ યુવાનોની દેશભક્તિ, સંસ્કારો અને સામાજિક સંગઠનની પૂજા કરે છે.
દશેરા પર્વ ઉજવણીના આ પાવન અવસરે શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજ દ્વારા સમાજમાં સુમેળ, ભાઈચારો અને ઍકતા જાળવી રાખવા તેમજ યુવા પેઢી દેશની રક્ષા અને પ્રગતિમાં સહભાગી બને તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
પ્રમુખઍ ભગવાન શ્રી રામ અને મા દુર્ગા આપણને સૌને સન્માર્ગે ચાલવાની તથા રાષ્ટ્રકલ્યાણ માટે કાર્ય કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.