Damanganga Times.

Damanganga Times.

October 21, 2026

દમણ જિલ્લા કોળી પટેલ સમાજ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખની નિમણૂંક કરાઈ

દમણ જિલ્લા કોળી પટેલ સમાજ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખની નિમણૂંક કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૨૦ ઃ વિજયાદશમીના પાવન અવસરે દમણ જિલ્લા કોળી પટેલ સમાજ મંડળ દ્વારા નવી કાર્યકારિણીની રચના કરવામાં આવી છે. જેમાં ઉદયભાઈ રમણભાઈ પટેલની પ્રમુખ તરીકે અને જયેશભાઈ મંગનભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે.
સમાજ મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ અનુસાર, સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સામાજિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રસંગે સાંસદ ઉમેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા સમાજને સમર્પિત મોમેન્ટોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
નવી કાર્યકારિણી દ્વારા આગામી છ મહિનામાં સમાજના પરિવારો અને ગામોની વિવિધ સમિતિઓને સંગઠન સાથે જોડવા તેમજ સમિતિઓનું પુનર્ગઠન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમાજની શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને યુવા પ્રવૃત્તિઓને -ાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. સમાજના ઉપપ્ર-મુખ અને અધિકૃત પ્રવક્તા તરીકે નિયુક્ત થયેલા જયેશભાઈ મંગનભાઈ પટેલ સમાજ સંબંધિત માહિતી, પ્રેસનોટ અને જાહેર નિવેદનોના પ્રસારની જવાબદારી સંભાળશે. સમાજના આગેવાનોઍ આશા વ્યક્ત કરી હતી કે નવી કાર્યકારિણીના માધ્યમથી સમાજમાં ઍકતા, સંગઠન અને સહકારની ભાવના વધુ મજબૂત બનશે તથા સમાજના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.