Damanganga Times.

Damanganga Times.

October 21, 2026

પારડી પોલીસ મથકે વિજયાદશમીઍ વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન કરાયું

પારડી પોલીસ મથકે વિજયાદશમીઍ વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૦ ઃ પારડી પોલીસ સ્ટેશનમાં આજરોજ વિજયા દશમીના પવિત્ર દિવસે બ્રાહ્મણના મંત્રો ચાર સાથે માતા જગદંબાનો પૂજન કરી તમામ શસ્ત્રોનું પૂજન વિધિવત કરવામાં આવ્યું હતું અહીં પારડી પોલીસ મથકના પીઆઇ વાય બી ગોહિલ તથા પોલીસ સ્ટાફ ભાઈ બહેનોઍ વિજયા દશમીના પવિત્ર દિવસે માતા જગદંબાની પારડી પોલીસ મથકમાં પૂજા કરી હતી સ્વાધ્યાય મંડળના આચાર્ય પરેશભાઈઍ વૈદિક મંત્ર ચાર સાથે માતા જગદંબાની પૂજા કરાવી તમામ શસ્ત્રનો પૂજન કરાવ્યું હતું. રિવોલ્વર અસલ જમાનાની થ્રી નોટ થ્રી રાઇફલ સાથે અન્ય રાઈફલો નો વિધિવત કંકુ ચોખા લગાડી પુષ્પ વડે પૂજા કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ શસ્ત્ર પૂજા તથા તમામ પોલીસ વાહનોનું પૂજન કરવામાં આવ્યું હતું અને વિજયા દસમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.