પારડીની જે.પી. પારડીવાલા કોલેજમાં ગરબા ડે ઉજવાયો
- byDamanganga Times
- 21 October, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૦ ઃ પારડી ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત જે. પી. પારડીવાલા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ દ્વારા ગરબા ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો ઍમને ઇનામો આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા.
નવરાત્રિના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓઍ અને સ્ટાફે પરંપરાગત તથા ઍથનિક પોશાકમાં ગરબા અને દાંડિયાની રમઝટ માણી હતી. કાર્યક્રમમાં શ્રેષ્ઠ પોશાક ગ્ફૂસ્ન્દ્દ ઝ઼શ્વફૂસ્ન્સ્ન્ફૂફુ) અને શ્રેષ્ઠ પ્રદર્શન ગ્ફૂસ્ન્દ્દ ભ્ફૂશ્વશ્ંર્શ્વૃઁણૂફૂમાટે ઇનામો આપવામાં આવ્યા હતા. જેમાં નિર્ણાયક તરીકેની ભૂમિકા શાહ ઍન. ઍચ. કૉમર્સ કૉલેજ, વલસાડના ડૉ. નિલમબેન ઈટાલીયાઍ અદા કરી હતી. આ કાર્યક્રમનું સફળ આયોજન કૉલેજના ઇન્ચાર્જ આચાર્યા ડૉ. ફાલ્ગુની જી. દેસાઈના માર્ગદર્શન મુજબ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડૉ. બિંદુ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ સાંસ્કૃતિક સમિતિના ઉપાધ્યક્ષ ડૉ. હેતલ રાઠોડ અને સમિતિના સભ્યો ડૉ. તરુલતા માહ્નાવંશી, ડૉ. રશ્મિ પરમાર તેમજ કૉલેજના સ્ટાફ પરિવારના પ્રા. જીતેન્દ્રભાઈ ટંડેલ, ડૉ. મણીબેન સોલંકી, પ્રા. પ્રતિમાબેન મિસ્ત્રી, પ્રા. રાહુલભાઈ ચૌધરી, પ્રા. વિજયભાઈ ગાંવિત, સમગ્ર વહીવટી સ્ટાફમિત્રોના સાથ, સહકાર અને સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો ઉદ્દેશ ઞ્ફૂઁ ક્ષ્ વિદ્યાર્થીઓમાં ભારતીય સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિ, ઍકતા અને આનંદની ભાવના વિકસાવવાનો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓઍ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
