વલસાડ પટેલ સમાજ દ્વારા ‘નવરાત્રી ગરબા મહોત્સવ - ૨૦૨૬’નું ભવ્ય આયોજન
- byDamanganga Times
- 21 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સી.બી. હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં નવરાત્રી ગરબા મહોત્સવ - ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં તમામ ખેલૈયાઓ અને નાગરિકો માટે પ્રવેશ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ૨૧ ઓક્ટોબર, બુધવાર ના રોજ સાંજે ૦૫ૅં૦૦ થી ૦૮ઃ૩૦ વાગ્યા સુધી શેરી ગરબા, ઘેરૈયા અને ઝેરીયુ સ્પર્ધા યોજાશે. ૨૧ અને ૨૨ ઓક્ટોબર સાંજે ૦૮ઃ૩૦ થી ૧૦ઃ૦૦ વાગ્યા સુધી ટ્રેડીશનલ તથા જનરલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ‘યુફોરિયા ઍન્ટરટેઈનમેન્ટ’ (તુષાર પટેલ)ના સંગીતના સથવારે જાણીતા કલાકારો નેહા પટેલ, વૈભવી આર્યા (મુંબઈ), રુદ્ર ભાલોડી અને વિશાલ પટેલ ગરબાના તાલે રંગ જમાવશે. કાર્યક્રમના નિમંત્રક અને આયોજક તરીકે વલસાડના ધારાસભ્ય તથા કોળી પટેલ સમાજના પ્રમુખ ભરતભાઈ કે. પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મંડળના મંત્રી રામુભાઈ ઍફ. પટેલ, ઉપપ્રમુખ શશીભાઈ બી. પટેલ, સહમંત્રી રોહિતભાઈ પી. પટેલ, ખજાનચી ચંદુભાઈ બી. પટેલ, આ. ઓડિટર આશિષ ઍન. પટેલ તથા કારોબારી સભ્યો અને ગરબા મહોત્સવ મહિલા સમિતિ આ મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્ના છે.
