Damanganga Times.

Damanganga Times.

October 20, 2026

વલસાડમાં બીડીસીઍ મમતા હેલ્થ ક્લબ દ્વારા સાંસ્કૃતિક ગરબા યોજાયા

વલસાડમાં બીડીસીઍ મમતા હેલ્થ ક્લબ દ્વારા સાંસ્કૃતિક ગરબા યોજાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

  વલસાડ, તા. ૧૯ ઃ વલસાડના સ્ટેડિયમ રોડ પર આવેલી  બીડીસીઍ મમતા હેલ્થ ક્લબ દ્વારા જિમમાં આવતા સભ્યો માટે ઍક દિવસીય સાંસ્કૃતિક ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિમના તમામ સભ્યો તેમજ તેમના પરિવારજનો અને બાળકોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત ભક્તિભાવપૂર્વક માતાજીની આરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ પરંપરાગત સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભ્યો અને તેમના પરિવારજનોઍ સાથે મળીને ગરબે ઘૂમી આનંદ અને ઉત્સાહ સાથે આ પ્રસંગની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જિમના સભ્યો વચ્ચે પરસ્પર સ્નેહ, ઍકતા અને પારિવારિક લાગણીને વધુ મજબૂત બનાવવાનો હતો. સામાન્ય રીતે શારીરિક તંદુરસ્તી માટે જિમમાં ઍકત્રિત થતા સભ્યોને આ પ્રસંગે પોતાના પરિવાર સાથે સાંસ્કૃતિક વાતાવરણમાં આનંદ માણવાની સુંદર તક મળી હતી. બાળકો સહિત પરિવારના તમામ સભ્યોઍ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

ગરબાના કાર્યક્રમ બાદ તમામ સભ્યોઍ સાથે મળીને સ્વરુચિ ભોજનનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ, સંસ્કૃતિ, આનંદ અને સામૂહિક ઍકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. બીડીસીઍ મમતા હેલ્થ ક્લબ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમથી સભ્યો વચ્ચેના પરસ્પર સંબંધો વધુ ગાઢ બન્યા હતા અને તંદુરસ્તીની સાથે સામાજિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ મહત્ત્વ ઉજાગર થયું હતું. આ કાર્યક્રમ સૌ માટે આનંદદાયક અને યાદગાર બની રહ્ના હતો.