વલસાડમાં ચૈતન્ય દેવીઓની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની
- byDamanganga Times
- 20 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ, જ્ઞાનસૂર્ય ભવન, તીથલ રોડ, વલસાડ દ્વારા આસો નવરાત્રી નિમિત્તે બ્રહ્માકુમારીઝ પાઠશાળા, નાગલા ફળિયા, નનકવાડામાં ચૈતન્ય દેવીઓની મનોરમ ઝાંખી તથા આધ્યાત્મિક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ ૧૭/૧૦/૨૦૨૬ થી ૨૦/૧૦/૨૦૨૬ સુધી યોજાશે.
આ ચૈતન્ય દેવીઓની મનોરમ ઝાંખીના ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્ઘાટક તરીકે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી (જૈન) ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડ વિસ્તારના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જનરલ સેક્રેટરી કમલેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પટેલ, નનકવાડાના સરપંચ તથા વલસાડ સરપંચ સંઘના પ્રમુખ વિનોદભાઈ પટેલ, તેમજ ઉપસરપંચ ધર્મેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્ના હતાં. આ સમગ્ર કાર્યક્રમ સુરત-વલસાડ સબઝોનના સંચાલિકા રાજયોગિની બ્રહ્માકુમારી રંજનદીદી, વલસાડના બ્રહ્માકુમારી ભાઈ-બહેનો અને નનકવાડા ગામના ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન થયો હતો.
