Damanganga Times.

Damanganga Times.

October 20, 2026

બિલપુડીના કૃષિ પરિસંવાદમાં ૯૦૦થી વધુ ખેડૂતોઍ ભાગ લીધો

બિલપુડીના કૃષિ પરિસંવાદમાં ૯૦૦થી વધુ ખેડૂતોઍ ભાગ લીધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૯ ઃ ખેડૂતોમાં પ્રકૃતિક ખેતી અંગે જાગૃતિ વધારવા, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનો વ્યાપ વધારવા તથા ટકાઉ કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી ધરમપુર તાલુકાના બિલપુડી ગામે સ્થિત વન સેવા મહાવિદ્યાલય ખાતે શુક્રવારે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદઙ્ખનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૯૦૦થી વધુ ખેડૂત ભાઈઓ અને બહેનોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરી,  જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પ્રાંત અધિકારી ડો. રિતિમા આઈમા, સંયુક્ત ખેતી નિયામક કે.વી.પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત ખ્વ્પ્ખ્ પ્રોજેક્ટ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (ઞ્ભ્ધ્સ્ગ્) તથા ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓઍ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

પરિસંવાદ દરમિયાન પ્રાકૃતિક ખેતીની વર્તમાન સમયમાં વધતી જતી આવશ્યકતા, તેના સિદ્ધાંતો, મહત્વ અને ખેતીમાં તેના વ્યવહારુ અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.  ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશકો પરની નિર્ભરતા ઘટાડવા, જમીનની કુદરતી ફળદ્રુપતા જાળવવા, જમીનમાં સૂક્ષ્મજીવોની સક્રિયતા વધારવા તથા પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પરિસંવાદમાં ખેડૂતોને ખેતીને માત્ર ઉત્પાદન પૂરતી મર્યાદિત ન રાખતાં જમીન, પાણી, પર્યાવરણ અને પશુધનના સંરક્ષણ સાથે જોડાયેલી ઍક સંકલિત પદ્ધતિ તરીકે અપનાવવા અંગે પ્રેરણા આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ગુણવત્તા જાળવવી, ખેતીના ખર્ચનું યોગ્ય વ્યવસ્થાપન કરવું તથા કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા સુધારવા માટે ખેડૂતોની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક અને વ્યવહારુ માહિતી પૂરી પાડવાનો, ખેતીની પરંપરાગત સમજને આધુનિક કૃષિ માર્ગદર્શન સાથે જોડવાનો તથા વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.