ભીલાડમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 20 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઇ-શ્રમ કાર્ડ બનાવવાની તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓની જન જાગૃતિના પ્રચાર પ્રસાર અર્થે ભીલાડ ગ્રામ પંચાયત કચેરીના હોલમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચેરીના મદદનીશ સરકારી શ્રમ અધિકારી કે.આર. અલગોતર તથા કેન્દ્ર સંચાલક ઍમ.જે. ગોહિલ હાજર રહ્ના હતાં.
આ કાર્યક્રમમાં અસંગઠિત શ્રમયોગીઓને ઇ-શ્રમ કાર્ડના લાભો તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓ જેવી કે, અંત્યેષ્ઠિ સહાય યોજના અને ગુજરાત જુથ (જનતા) અકસ્માત વીમા યોજના હેઠળ મહત્તમ લોકો લાભ લે તે માટે તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં તથા જરૂરી આધાર પુરાવાની જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઇ-શ્રમ કાર્ડની નોંધણી કરાવવા અંગેના પેમ્પ્લેટ તથા બોર્ડની યોજનાઓને લગતા પેમ્પ્લેટ હાજર રહેલા દરેક અસંગઠિત શ્રમયોગીઓને વિતરણ કરવામાં આવ્યા હતાં તથા સ્થળ ઉપર જ અસંગઠિત શ્રમયોગીઓને ઇ-શ્રમ કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતાં. વધુમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે, જે કોઈપણ અસંગઠિત શ્રમયોગી આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓઍ મદદનીશ સરકારી શ્રમ અધિકારીની કચેરી, ઉમરગામ અને ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળના કેન્દ્ર સંચાલક, ઘ્લ્ઘ્ સેન્ટર કે સ્ન્ચ્ ની કક્ષાઍથી તે અંગે જરૂરી માહિતી મેળવી શકે છે. આ સિવાય સન્માન પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકે છે તે અંગે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
