રાજપુરીતલાટમાં બાગાયત ખાતા દ્વારા ઓઈલપામ પ્લાન્ટેશન મેગા ડ્રાઈવ યોજાઈ
- byDamanganga Times
- 20 October, 2026
(દમણગંગા ટાઈમ્સ)
ધરમપુર, તા. ૧૯ ઃ ખેડૂતોની સમૃધ્ધિ તરફ ઍક પગલા તરીકે હવે ઓઈલ પામની ખેતી ગણાય રહી છે. ત્યારે આ ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થાય તે માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા પણ ઓઈલ પામની ખેતીને મહત્વ આપવામાં આવી રહ્ના છે. જેના ભાગરૂપે શુક્રવારે ધરમપુરના રાજપુરી તલાટ ગામે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઓઈલ પામ પ્લાન્ટેશન મેગા ડ્રાઈવ અને ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ખેડૂતોને સંબોધી જણાવ્યું કે, હાલની સ્થિતિઍ ભારત અને અન્ય દેશોમાં ઓઇલ પામના ફળમાંથી મળતા ખાદ્ય તેલ (પામ ઓઇલ)નો ઉપયોગ ખાદ્ય વાનગીથી લઈ કોસ્મેટીક ક્ષેત્રે વધી રહ્ના છે. જેને લઈ બજારમાં પામ ઓઇલની વધતી જતી માંગને કારણે વધુ ભારતીય હુંડિયામણનો ખર્ચ કરી વિદેશમાંથી પામ ઓઇલ આયાત કરવું પડે છે. આથી, ભારત સરકાર દ્વારા પામ ઓઇલનું સ્થાનિક બજારમાં ઉત્પાદન વધે અને આયાત ઘટે તે હેતુથી હાલમાં સરકાર તેનો વ્યાપ વધારવા માટે પ્રોત્સાહન આપી રહી છે. જેના ભાગરૂપે આ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
નાયબ બાગાયત નિયામક ઍન.ઍન પટેલ દ્વારા ઓઇલ પામની યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા નેશનલ મિશન ઓન ઍડીબલ ઓઇલ યોજના અંતર્ગત ઓઇલ પામ વાવેતર, ઓઇલ પામ સાથે આંતર પાક, સાધન-મશીનરી માટે સહાય યોજનાની જાણકારી આપી હતી. આ સાથે વલસાડ જિલ્લામાં બાગાયત વિભાગ અને ગોદરેજ કંપની દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે ઍવુ વધુમાં જણાવ્યું હતું. ગોદરેજ કંપનીના સ્ટેટ હેડ અમીત રામોલીયા દ્વારા ઓઇલપામના ઇકોનોમિક્સ વિષે માહિતી આપવામાં આવી હતી.
આછવણી ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલ દ્વારા તેમના સ્વઅનુભવથી ઓઈલ પામની સફળ ખેતી વિષે જમીન અને હવામાનની યોગ્યતા, રોપણી પસંદગી, સિંચાઈ અને ખાતર વ્યવસ્થા, જંતુનાશક અને રોગ નિયંત્રણ અને ઉત્પાદન વધારવાની આધુનિક પધ્ધતિ સહિતની માહિતી આપી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઇ- બહેનોઍ ભાગ લીધો હતો.
