વાપીમાં સીસીકા દ્વારા નવરાત્રી ગરબા યોજાયા
- byDamanganga Times
- 20 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૯ ઃ વાપી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રમુખ દિનેશભાઈ દેસાઈની આગેવાનીમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા.૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ શનિવારે સાંજે સિનિયર સિટીઝન કાઉન્સિલના હોલમાં યોજાયેલા આ ગરબા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડીલોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નવરાત્રી પર્વની ધાર્મિક ભાવનાને ધ્યાનમાં રાખીને આયોજિત આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત સભ્યો દ્વારા માતાજીની આરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રમુખ દિનેશભાઈ દેસાઈના આમંત્રણને માન આપી વલવાડાનાં નિવાસી શ્રીમતી રેખાબેન પ્રદીપભાઈ દેસાઈ તેમજ ચલા વિસ્તારનાં પ્રમુખ પૂજાબેન અને તેમના સભ્યોઍ ગરબા કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ વર્ષે યોજાયેલા ગરબા કાર્યક્રમમાં ૧૩૦થી વધુ સિનિયર સિટીઝનોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગરબાની રમઝટ જમાવવા માટે મ્યુઝિક પાર્ટીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સંગીતના સૂર અને માતાજીના ગરબાની ધૂન પર ઉપસ્થિત વડીલો મન મૂકીને ઝૂમ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા ઍ રહી હતી કે તેમાં સાત વર્ષનાં બાળકો સહિત ૯૫ વર્ષ સુધીની વયના વડીલો ગરબા રમતા જોવા મળ્યા હતા. ઉંમરને બાજુ પર રાખીને વડીલોઍ જે ઉત્સાહ અને ઉમંગ સાથે ગરબે ઘૂમ્યા તે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ઉપસ્થિત તમામ સભ્યોઍ માતાજીના ગરબાનો આનંદ માણ્યો હતો અને ઍકબીજા સાથે આનંદભરી પળો વિતાવી હતી. વડીલોના જીવનમાં ઉત્સાહ, આનંદ અને સામાજિક ઍકતા જળવાઈ રહે તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને સૌઍ માણ્યો હતો. ગરબા રમવા તથા કાર્યક્રમ નિહાળવા માટે ઉપસ્થિત રહેલા તમામ લોકો માટે આયોજકો દ્વારા દૂધ-પૌંઆ અને દેસાઈ વડાના નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
