Damanganga Times.

Damanganga Times.

October 20, 2026

સોળસુંબામાં ડીડીઅોઍ ફરી સરપંચ-ઉપસરપંચને હોદ્દા પરથી હટાવ્યા

સોળસુંબામાં ડીડીઅોઍ ફરી સરપંચ-ઉપસરપંચને હોદ્દા પરથી હટાવ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૯ ઃ સક્ષમ અધિકારીની મંજૂરી વગર જ સરકારી જમીનમાં દુકાનો તાણી બાંધી હરાજી કરી કરોડો રૂપિયા ઉઘરાવી ઍચડીઍફસી બેન્કમાં અલાયદું બેંક ખાતુ ખોલાવી નાણાકીય લેવડદેવડ કરીને ઉચાપત કરી સત્તાનો દુરુપયોગ કર્યાના પ્રકરણમાં ઉમરગામના સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ બલદેવભાઈ સુરતી તથા ઉપસરપંચ અમિતભાઈ પટેલને ફરી હોદ્દા ઉપરથી દૂર કરવાનો હુકમ જિલ્લા વિકાસ અધિકારીઍ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રા સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ બલદેવભાઈ સુરતી તથા ઉપસરપંચ અમિતભાઈ પટેલને સત્તાનો દુરુપયોગ છેતરપિંડી ભ્રષ્ટાચારના કેસમાં જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા હોદ્દા પરથી દૂર કરવાનો કરવામાં આવેલો હુકમ અધિક વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા રદ કરી પુનઃ સ્થાપિત કરવા અને કેસની નવેસરથી ચકાસણી કરી નિર્ણય લેવા પરત કરવામાં આવ્યો હતો ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ તથા ઉપસરપંચને આ બાબતે ખુલાસો કરવા રજૂઆતો સાંભળવાની પૂરતી તક આપવામાં આવી હતી. સરપંચ ઉપસરપંચ દ્વારા વધુ સમયની માંગણી કરવામાં આવી હતી જે ગ્રાહ્ના રાખવામાં આવી ન હતી. 

 આમ નિયત સમય મર્યાદામાં જરૂરી ખુલાસો રજૂ કરવામાં નહીં આવતા સરપંચ બલદેવભાઈ સુરતી તથા ઉપસરપંચ અમિતભાઈ પટેલને ઉપસરપંચ તથા સભ્ય પદેથી પણ દૂર કરવાનો હુકમ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યા છે. આ હુકમની બજવણી કરવામાં આવી છે. તથા તાલુકા વિકાસ અધિકારી ઉમરગામ દ્વારા ઉપસરપંચ ની નિયુક્તિ માટે ચૂંટણી યોજવા અધ્યાસી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે આગામી તારીખ ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ બપોરે ૧ વાગે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતના સભ્યોની બેઠક મળશે.