ઍîધલમાં દારૂની ખેપમાં ઝડપાયેલા ૪ ટ્રાફિક જવાનોના રિમાન્ડ મંજુર
- byDamanganga Times
- 20 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૧૯ ઃ ગણદેવી નાં ઍંધલ હાઇવે નં.૪૮ ઉપર સુરત ટ્રાફિક નાં પોલીસ વિદેશી દારૂ ખેપ પ્રકરણમાં આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ ની માંગ કરાઈ હતી. જેમાં કોર્ટે સોમવાર સાંજે ૫ કલાક સુધીના ૧ દિવસના રિમાન્ડ ગ્રાહ્ના રાખ્યા હતા. બીજી તરફ સુરત પોલીસ માં ફરજ બજાવતા ચારેય આરોપી પોલીસ જવાનો ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગણદેવી નાં ઍંધલ ગામ ની સીમ માં શનિવાર રાત્રે વાહન ચેકીંગ દરમ્યાન દમણ તરફથી આવતી સ્વીફટ કાર નં.જીજે ૦૮ ડીઍમ ૫૨૫૪)માં રૂ.૩૫ હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં સુરત ટ્રાફિક પોલીસ તરીકે નોકરી કરતા અંકિત દેવડા, પિન્ટુ ડુંગાઈસા, દિતા ચૌહાણ અને રાહુલ ધ્રાંગી અને તેમનો સાગરીત રત્ન કલાકાર દેવરાજ રબારી ઍ નવસારી ઍલસીબી પોલીસ જવાન તાહિરઅલી ને માર માર્યો હતો અને તે બાદ ભાગી નીકળ્યા હતા. પોલીસે તેઓનો ફિલ્મી ઢબે પીછો કરી વેસ્મા હાઇવે ઉપર થી દબોચી લીધા હતા. અને કાયદા નું ભાન કરાવ્યું હતું. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન, ધાકધમકી, પોલીસ ફરજમાં રુકાવટ અને મારામારી કરી ભાગી જવા અંગે ગુના નોંધી ગણદેવી પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કરી ચાર દિવસ નાં રિમાન્ડ માંગ્યા હતા. જેમાં કોર્ટે સોમવાર સાંજે પાંચ કલાક સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. બીજી તરફ દારૂ ની ખેપ મારી પોલીસની આબરૂ ને લાંછન લગાવનાર ચારેય પોલીસ જવાનોને સુરત પોલીસ દળ માંથી સસ્પેન્ડ કરાયા હતાં. ઍવી પોલીસ સૂત્રો પાસેથી જાણકારી પ્રા થઈ છે.
