વલસાડ ‘આપ’ પાર્ટી દ્વારા આદિવાસી ન્યાય યાત્રા’ યોજાશે
- byDamanganga Times
- 20 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
વલસાડ, તા. ૧૯ ઃ આમ આદમી પાર્ટી, વલસાડ દ્વારા ‘આદિવાસી ન્યાય યાત્રા’ના આયોજન અંગે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તથા તેમને ન્યાય મળે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ઉમરગામથી અંબાજી સુધી ‘આદિવાસી ન્યાય યાત્રા’યોજવામાં આવશે. આ આદિવાસી ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહેશે. આ યાત્રા દ્વારા આદિવાસી સમાજના ન્યાય અને અધિકારોના મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે. આ યાત્રાની સમાપન મહાસભા ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. આ અભિયાનના માધ્યમથી ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાય મળે તેવી માંગ સાથે પક્ષ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
