Damanganga Times.

Damanganga Times.

October 20, 2026

ધરમપુર હોસ્ટેલ વિવાદમાં ચારેય આરોપીઅોને હાઈકોર્ટમાંથી રાહત

ધરમપુર હોસ્ટેલ વિવાદમાં ચારેય આરોપીઅોને હાઈકોર્ટમાંથી રાહત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)

ધરમપુર, તા. ૧૯ ઃ ધરમપુરની વનરાજ કોલેજ હોસ્ટેલમાં થયેલા વિવાદના કેસમાં ગુજરાત હાઇકોર્ટે ચાર આરોપીઓની નિયમિત જામીન અરજીઓ મંજૂર કરી છે. નામદાર ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ  હસમુખ ડી. સુથારની અદાલતમાં આ અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવેલા આરોપીઓમાં મનનભાઈ મહેશભાઈ પટેલ, જયદીપભાઈ જયેશભાઈ પવાર, પ્રેમ અશોકભાઈ મહલા અને રાજ ઓમપ્રકાશ ખારવરનો સમાવેશ થાય છે. આ કેસમાં આરોપીઓ તરફથી ઍડવોકેટ દર્શન ઍ. દવે અને ઍડવોકેટ યશ ઍ. ગોપલાણીઍ કાયદાકીય રજૂઆતો કરી હતી.  અદાલતે કેસની હકીકતો, આરોપીઓની કસ્ટડી અને અન્ય સંબંધિત પાસાઓને ધ્યાનમાં લઈને નિર્ધારિત શરતોને આધીન ચારેય આરોપીઓને નિયમિત જામીન મંજૂર કર્યા હતા. આમ, સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવ્યા બાદ ચારેય આરોપીઓને નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.