Damanganga Times.

Damanganga Times.

October 20, 2026

વાપી મહાનગરપાલિકા કચેરીનું કામકાજ અવરોધાયું

વાપી મહાનગરપાલિકા કચેરીનું કામકાજ અવરોધાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૯ ઃ વાપી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં આજે સવારથી સાંજ સુધી વીજળી ડૂલ રહેતા સમગ્ર કામકાજ સંપૂર્ણ ઠપ્પ થઈ ગયું હતું. કમ્પ્યુટર સિસ્ટમ બંધ રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી મુજબ, આજે સવારથી મનપા કચેરીના મોટાભાગના વિભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે જન્મ-મરણ વિભાગના દાખલા કાઢવાનું કામ, ટાઉન પ્લાનિંગ ઓફિસ, સફાઈ વિભાગ, પાણી વિભાગ અને વેરા વિભાગ સહિતના તમામ મહત્વના વિભાગોના કામો કમ્પ્યુટર બંધ હોવાથી અટકી પડ્યા હતા. સવારથી આવેલા અરજદારો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્ના બાદ નિરાશ થઈને પરત ફર્યા હતાં.

રસપ્રદ વાત ઍ છે કે, મનપા કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બેસે છે. તે કચેરીમાં બે ફીડરથી વીજ કનેક્શન આપવામાં આવ્યું છે. ઍક ફીડર બંધ હોવા છતાં બીજા ફીડરથી ત્યાં વીજ પ્રવાહ ચાલુ રહ્ના હતો. જ્યારે બાકીની કચેરીમાં કામ કરતા કર્મચારીઓ આખો દિવસ લાઈટ-પંખા વિના ગરમીમાં શેકાયા હતા અને કામ વિના બેસી રહેવાનો વારો આવ્યો હતો.

વારંવાર વીજળી ગુલ થવાની ઘટનાથી વીજ કંપની સામે લોકોમાં રોષ ફેલાયો છે. મનપા દ્વારા વારંવાર વીજ પુરવઠો ખોરવવાના ઉપાય સામે જનરેટર વસાવવાનું નક્કી કર્યું છે જે માટે કચેરી બહાર ફાઉન્ડેશન પણ બનાવવામાં આવ્યું છે હવે જનરેટર ક્યારે લાગે તેની રાહ જોવાઈ રહી છે.