દશેરાઍ વાપીમાં નહીંવત્ નવા પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત
- byDamanganga Times
- 20 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૯ ઃ વાપી શહેરમાં દશેરા જેવા શુભ દિવસને બાંધકામ ક્ષેત્રે નવા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, આ વર્ષે દશેરાના દિવસે વાપીમાં બિલ્ડરો અને બાંધકામ ક્ષેત્રે કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા નવા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત નહિંવત્ પ્રમાણમાં કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
વાપી મહાનગરપાલિકાની હદમાં લાગુ પડતા ૬૦-૪૦ના જમીનના નિયમો પરિસ્થિતિનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્નાં છે.
વાપી મહાનગરપાલિકાની સ્થાપનાને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બાંધકામ ક્ષેત્રે બિલ્ડિંગના પ્લાન મંજૂર થવામાં વિલંબ થતો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. પ્લાન પાસ ન થવાને કારણે નવા બાંધકામ પ્રોજેક્ટ શરૂ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના હોવાની બૂમરાણ બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગોમાં જોવા મળી રહી છે.
દશેરાના પર્વે સામાન્ય રીતે બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરીને બાંધકામની કામગીરીનો પ્રારંભ કરતા હોય છે. પરંતુ વાપીમાં આ વર્ષે નવા પ્રોજેક્ટના ખાતમુહૂર્તની સંખ્યા નહિંવત્ રહેતાં બાંધકામ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ ચર્ચાનો વિષય બની છે. જેમાં કેટલાક લોકો મંદીનો માહોલ તેમજ વાપી મહાનગરપાલિકા દ્વારા પ્લાન મંજૂર નહીં કરતી હોવાની સમસ્યાને લઇ ઉપરોક્ત પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું જણાવી રહી છે. વાપી મહાનગરપાલિકાના વહીવટીતંત્ર અને હાલમાં સત્તા સ્થાને રહેલા હોદ્દેદારોદ્વારા આ મુદ્દે યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવે તેમજ પ્લાન મંજૂરીની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
