Damanganga Times.

Damanganga Times.

October 20, 2026

વાપીમાં આજે અંદાજે ૫ ટન જલેબી-ફાફડાના ઉપાડનો અંદાજ

વાપીમાં આજે અંદાજે ૫ ટન જલેબી-ફાફડાના ઉપાડનો અંદાજ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૯ ઃ આજે સવારથી જ વાપીની ગુંજન, ચણોદ, ટાઉન અને બજાર વિસ્તારની ફરસાણની દુકાનો બહાર લાંબી કતારો જોવા મળશે, મોંઘવારી વચ્ચે પણ લોકોનો તહેવાર ઉજવવા  ઉત્સાહ ઓછો નહીં મળે. આ વર્ષે ભાવમાં સીધો રૂ.૧૦૦ નો વધારો થયો છે. વાપી-સુરત પટ્ટામાં ફાફડા રૂ.૬૦૦ કિલો અને દેશી ઘીની જલેબી રૂ.૭૦૦ કિલોના ભાવે વેચાઈ રહી છે. વેપારીઓના કહેવા મુજબ તેલનો ડબ્બો રૂ.૨૮૭૦થી ૩૧૦૦ સુધી પહોંચ્યો છે, બેસન રૂ.૮૫-૯૦ કિલો થયું છે અને કારીગરોની મજૂરી વધતા ભાવ વધારવો પડ્યો છે. છતાં વાપીવાસીઓ પાછા પડે તેમ નથી. અંદાજ મુજબ વાપી શહેરમાં ઍક જ દિવસમાં અંદાજે ૫ ટન જેટલા ફાફડા-જલેબીનું વેચાણ થશે. ઍટલે કે કરોડો રૂપિયાના ફાફડા આજે વાપીવાસીઓ આરોગી જશે. વેપારીઓઍ ભીડને પહોંચી વળવા ૨ દિવસ અગાઉથી જ ઍડવાન્સ બુકિંગ લેવાનું શરૂ કર્યું હતું. વાપીમાં આજે સવારે ૬ વાગ્યાથી જ ગરમાગરમ ફાફડા-જલેબી વેચવા માંડશે. જોકે દુકાનદારો તો જલેબી ફાફડા બનાવી પેકેટ તૈયાર રાખવા આખી રાત દુકાન ખુલ્લી રાખશે.