Damanganga Times.

Damanganga Times.

October 20, 2026

વેજલપોરમાં સરકારી સાયકલો કાપીને વેચી મારી !

વેજલપોરમાં સરકારી સાયકલો કાપીને વેચી મારી !


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ નજીકના વેજલપુર ગામે આવેલા ઍક ભંગારના ગોડાઉનમાં ગરીબ કલ્યાણ મેળાઓ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ની સરકારી સાયકલનો મોટો જથ્થો ઝડપી પાડતાં જિલ્લામાં ખળભરાટ મચી ગયો છે.

ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક વલસાડ મદદનીશ કમિશનર (આદિજાતિ વિકાસ વિભાગ)ના મદદનીશ કમિશનરની ટીમ દોડી જઈ તપાસ હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને આદિવાસી દીકરી-દીકરાઓ શાળાઍ પહોંચી શકે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે વિનામૂલ્યે સાયકલોનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ વલસાડના વેજલપુર ગામે આ સરકારી યોજનાની ખુલ્લેઆમ ધજાગિયા ઉડાવતી શરમજનક ઘટના સામે આવી છે. વેજલપુર સ્થિત ઍક ભંગારના ગોડાઉનમાંથી ગરીબ કલ્યાણ મેળો અને શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૨-૨૩ની સરકારી સાયકલોનો મસમોટો જથ્થો ઝડપાતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક ગોડાઉનમાં સરકારી સાયકલોને સંતાડી રાખી તેના કટિંગ કરી મોટા ભંગારિયાઓને ઊંચા ભાવે વેચી મારવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્નાં હોવાનો પર્દાફાશ થયો છે.  જે સાયકલો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના હાથમાં હોવી જોઈતી હતી, તે સ્ક્રેપ ગોડાઉનમાં કટિંગ થતી જોઈ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મામલો પ્રકાશમાં આવતાં જ વલસાડ મદદનીશ કમિશનર (આદિજાતિ વિકાસ વિભાગ) તુરંત હરકતમાં આવ્યું હતું. મદદનીશ કમિશનર અને તેમની તપાસ ટીમે તાબડતોબ વેજલપુરના ઘટના સ્થળે પહોંચી ગોડાઉનમાં પડેલા જથ્થાની સ્થળ તપાસ હાથ ધરી હતી. અધિકારીઓઍ સાયકલોના બેચ નંબર, વિતરણ યાદી અને જથ્થાની ગણતરી શરૂ કરી ગોડાઉન માલિકની પૂછપરછ હાથ ધરી છે. જરૂરિયાતમંદ બાળકોને મળવાપાત્ર સાયકલો સરકારી કચેરીઓ કે શાળાઓમાંથી સીધી ભંગારના ગોડાઉને કેવી રીતે પહોંચી છે.

૨૦૨૨-૨૩ના સત્રની સાયકલો આટલા સમય સુધી વણવહેંચાયેલી કેમ પડી રહી, કે પછી ચોપડે ખોટા વિતરણ બતાવી ગોડાઉનમાં વેચી દેવાઈ  હતી. આ સમગ્ર મામલે માત્ર આદિજાતિ વિભાગ જ નહીં પરંતુ શિક્ષણ વિભાગ પણ ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક ફોજદારી ગુનો દાખલ કરે તેવી પ્રબળ લોકમાગ ઉઠી છે.