Damanganga Times.

Damanganga Times.

October 17, 2026

વાપીની શાળામાં સાંસ્કૃતિક ગરબા રમાયા

વાપીની શાળામાં સાંસ્કૃતિક ગરબા રમાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ લ્સ્ફ માં તા ૧૪/૧૦/૨૦૨૬ ને ગુરુવારે સાંજે રમઝટ ૨૦૨૬ ની સાંસ્કૃતિક પારંપારિક ગરબાની ઉજવણી કરી . ૪૦૦ વિદ્યાર્થીઓઍ અને વાલીઓઍ ભાગ લીધો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર  મિતેશ ભાઇ દેસાઈ, વાપીના ડી.વાય.ઍસ.પી. બી. ઍન. દવે  આવીને આ અવસરની શોભા વધારી. પ્રિ નર્સરી થી લઈને બીજા ધોરણ સુધીના નાના નાના ભૂલકાઓ ઍ રાસ ગરબા રમીને પારંપારિક વેશભૂષા સજીને નવદુર્ગા માતાજીનું  આહ્વવાહન કર્યું. જેમાં અમારી શાળાની નાની-નાની બાળાઓઍ નવદુર્ગાનું રૂપ સજીને બધાને આશીર્વાદ આપ્યા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના નાના બાળકોને આટલી નાની ઉંમરથી જ આપણી સંસ્કૃતિ અને ધાર્મિક પ્રવૃત્તિ તરફનું મહત્વ સમજાય અને આસ્થા જળવાઈ રહે. આ કાર્યક્રમમાં બાળકો સાથે તેમના વાલીઓઍ પણ ભાગ લીધો. જેમાં તેઓ પણ સાંસ્કૃતિક વેશભૂષા સાથે ગરબા ની રમઝટ કરી. આ કાર્યક્રમમાં ભાગ લીધા પછી બાળકો અને વાલીઓની સ્પર્ધા યોજાય હતી. જેમાં બેસ્ટ ડ્રેસ ,બેસ્ટ ગરબા, રાસ અને બેસ્ટ કપલની કેટેગરીમાં વિજેતા બનેલાનું જજમેન્ટ અમારા અતિથિ જજ ડો. સંગીતા મેનને કર્યું હતું. આખા કાર્યક્રમમાં ક્યાંય પણ ડી.જે, પાડ્ઢાત્ય સંસ્કૃતિ કે ફિલ્મી સંગીતનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. સંપૂર્ણપણે પ્રાચીન સંસ્કૃતિની ઝલક બતાવવામાં આવી હતી. ગરબા ગાયનમાં શાળાના શિક્ષકોઍ ભૂમિકા ભજવી, આરતી અને સ્તુતિ માં શાળાના વિદ્યાર્થીઓઍ પોતાની આગવી પ્રતિભા બતાવી હતી. શાળાના ડાયરેક્ટર/ મેનેજિંગ ટ્રસ્ટી ડો. મિતલ ધાખડા મેમ હંમેશા સંસ્કાર અને સંસ્કૃતિ બાળકોમાં જળવાઈ રહે તે ધ્યાનમાં રાખીને આવા સાંસ્કૃતિક કાર્યક્રમ અવારનવાર યોજે છે અને સમાજમાં ઍક અનેરો પ્રવાહ વહેતો મૂકવાની ચેષ્ટા કરે છે તેમના અગાથ નેતૃત્વથી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મેળવે છે અને આગળ વધવા માટે હંમેશા કાર્યશીલ રહે છે તેમણે શાળા પરિવારને અને વાલીઓને ઘણા ઘણા અભિવાદન આપ્યા અને આગળ પણ આવા જ કાર્યક્રમો કરવાનો વાયદો આપ્યો.