વાપીમાં રોટરી થનગનાટ નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ
- byDamanganga Times
- 17 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા આયોજિત ‘રોટરી થનગનાટ નવરાત્રી મહોત્સવ’માં ખેલૈયાઓનો ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્ના છે. નવરાત્રીના દિવસો જેમ જેમ આગળ વધી રહ્ના છે, તેમ તેમ ગરબાના મેદાનમાં ખેલૈયાઓ અને ગરબા-ેમીઓની ભીડમાં સતત વધારો થઈ રહ્ના છે. સંગીત, ભક્તિ અને પરંપરાગત ગરબાના તાલે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની રહ્નાં છે.
મહોત્સવ અંતર્ગત ગઈકાલે પારડીના ડેપ્યુટી કલેક્ટર અને ઍસડીઍમ નીરવ પટેલના હસ્તે પૂજન-અર્ચન અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ‘ફાઇન ટ્યુનર્સ બેન્ડ’ના કલાકારોઍ પોતાના શાનદાર સંગીતથી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બેન્ડના તાલે ખેલૈયાઓઍ ઉત્સાહભેર ગરબે ઘૂમીને નવરાત્રીના માહોલને વધુ રંગીન અને યાદગાર બનાવ્યો હતો.
મહોત્સવ દરમિયાન દરરોજ યોજાતા સ્પર્ધાત્મક રાઉન્ડમાં મોટી સંખ્યામાં રાસ-ગરબાપ્રેમીઓ ભાગ લઈ રહ્ના છે. નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલૈયાઓની પસંદગી કરી તેમને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ સ્પર્ધાઓને કારણે ખેલૈયાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્ના છે.
ગઈકાલના કાર્યક્રમમાં વીઆઈઍના પ્રમુખ સતીશભાઈ પટેલ, વિશાલ મોબાઇલના હિરેનભાઈ શાહ, થનગનાટ નવરાત્રી મહોત્સવના ચેરમેન ભરતભાઈ પટેલ, હિતેશભાઈ શાહ, મિકીન પટેલ, હાર્દિક શાહ, નિર્ણાયક બંસી રાઇથૈરિયા તથા કાજલના હસ્તે વિજેતાઓને ઇનામો ઍનાયત કરવામાં આવ્યાં હતાં.
