ડાંગમાં બીટ-ગાર્ડના નામે ખેડૂતનું બાઇક લઈને ભાગી જનાર આરોપી ઝડપાયો
- byDamanganga Times
- 17 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૧૬ ઃ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં માનમોડી ગામના ઍક ખેડૂત સાથે આશરે આઠ મહિના પહેલા ફોરેસ્ટ બીટ-ગાર્ડના નામે છેતરપિંડી કરીને મોટરસાઇકલ ચોરી ભાગી જનાર અજાણ્યા ઇસમને ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત જિલ્લાના વિહાન ગામ નજીકથી ઝડપી પાડી વણઉકેલાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૬૫,૦૦૦/- ની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રિકવર કર્યું છે. ગત ફેબ્રુઆરી ૨૦૨૬ માસમાં સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારના માનમોડી ગામના ઍક ખેડૂત પાસે આરોપી બાઇક લઈને ફરાર થઈ ગયો હતો. આ સંદર્ભે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં બાતમીના આધારે ડાંગ ન્ઘ્ગ્ ની ટીમો દ્વારા વિહાન ગામની ચોકડી તથા આસપાસના રસ્તાઓ પર વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન સામપુરા ગામ તરફથી ઍક શખ્સ પોતાની ઓળખ છુપાવવા મોં પર રૂમાલ બાંધીને બાઇક પર પસાર થતાં જ, ઍલસીબી ટીમે અન્ય ટીમોને ટેલિફોનિક જાણ કરી પીછો કર્યો હતો અને વિહાન ચોકડી નજીક સ્કૂલ પાસે કોર્ડન કરી તેને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં પકડાયેલ આરોપીનું નામ વીમલ ઉર્ફે આર્યન ઉર્ફે અભી ઉર્ફે અભય પટેલ ચૌધરી (ઉંમર ૨૪ વર્ષ, મૂળ રહે. ટીંટોઈ, તા. અરેઠ, જિ. સુરત, હાલ રહે. સહારા દરવાજા પાસે, સુરત) હોવાનું ખુલ્યું છે.આરોપી વીમલ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંકળાયેલો રીઢો ગુનેગાર છે. માંડવી, બારડોલી અને વધઈ પોલીસ સ્ટેશનમાં ચોરી (ત્ભ્ઘ્ કલમ ૩૭૯) ના ગુના. રાજપારડી (ભરૂચ) અને વેજલપોર (નવસારી) પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ તેના પર નોંધાયેલા છે.
હાલ સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪) હેઠળ નોંધાયેલ ગુનામાં આરોપી તથા રિકવર કરાયેલ રૂ. ૬૫,૦૦૦/- નો મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.
