Damanganga Times.

Damanganga Times.

October 17, 2026

સોનવાડા આશ્રમશાળાની સાંસદ અને ધારાસભ્યઍ મુલાકાત લીધી

સોનવાડા આશ્રમશાળાની સાંસદ અને ધારાસભ્યઍ મુલાકાત લીધી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ તાલુકાની આશ્રમશાળા સોનવાડા માં  વલસાડ લોકસભા મતવિસ્તારના સાંસદ ધવલભાઈ પટેલ તેમજ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શાળા તરફ જતા નવા માર્ગના નિર્માણ કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત બાદ સાંસદ અને  ધારાસભ્યઍ  શાળા પરિસરનું નિરીક્ષણ કરી અભ્યાસ કરતા બાળકો સાથે મુક્ત અને આત્મીય સંવાદ સાધ્યો હતો તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા પ્રેરણા પૂરી પાડી ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં સોનવાડા ગામના સરપંચ સુરેશભાઈ  પટેલ , વિવિધ વોર્ડના સભ્ય , સ્થાનિક આગેવાનો તેમજ ગામના અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. જનપ્રતિનિધિઓના આગમનથી શાળા પરિસરમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના સર્વાંગી વિકાસ અને માળખાકીય સુવિધાઓ માટે આપેલા સહયોગ તથા માર્ગદર્શન બદલ આશ્રમશાળા સોનવાડા પરિવારે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.