વાપીની સેન્ટ ઝેવિયર્સ શાળામાં દાદા-દાદી દિવસની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 17 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપીની સેન્ટ ઝેવિયર્સ શાળામાં દાદા-દાદી દિવસની ઉજવણી ઉત્સાહ અને આનંદ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, બાઇબલ વાચન અને વિશેષ પ્રાર્થનાથી થઈ હતી. ધોરણ ૨ ઘ્ના વિદ્યાર્થીઓઍ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું, જ્યારે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
ધોરણ ૪ ખ્ના વિદ્યાર્થીઓઍ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. મોન્ટ ૧, મોન્ટ ૨ અને મોન્ટ ૩ના વિદ્યાર્થીઓઍ મનમોહક નૃત્ય રજૂ કરી સૌનું મન જીતી લીધું હતું. કાર્યક્રમમાં દાદા-દાદીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધોરણ ૩થી ૫ના વિદ્યાર્થીઓઍ પણ વિશેષ નૃત્ય રજૂ કર્યું હતું.
અંતે ત્રિભાષી આભારવિધિ, સમાપન કોરસ, સ્કૂલ ઍન્થમ અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન થયું હતું. દાદા-દાદીઓના પ્રેમ, આશીર્વાદ અને ઉત્સાહથી સમગ્ર કાર્યક્રમ યાદગાર બન્યો હતો. શાળાના ચેરમેન ડૉ. ઍ. ઍફ. પિન્ટો તથા મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ગ્રેસ પિન્ટોના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
