Damanganga Times.

Damanganga Times.

October 17, 2026

વલસાડમાં ૨૪.૬૫ કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કરાશે

વલસાડમાં ૨૪.૬૫ કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કરાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ વિધાનસભા વિસ્તારમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી માર્ગ અને મકાન વિભાગ વહીવટી તંત્ર વલસાડ દ્વારા આયોજિત ખાતમુહૂર્ત અને લોકાર્પણના બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ મળશે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના વરદહસ્તે રવિવાર તા.૧૮/૧૦/૨૦૨૬ અને સોમવાર તા ૧૯/૧૦/૨૦૨૬ દરમિયાન વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ સંપન્ન થશે.  રવિવારના રોજ સવારે ૧૦ૅં૦૦ વાગ્યાથી દાંતી સ્મશાન રોડથી કાર્યક્રમની શરૂઆત થશે. આ દિવસે કુલ ૧૩.૩૦ કરોડ  ના ખર્ચે હાથ ધરાનાર ૧૩ વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.વલસાડ ના દાંતી સ્મશાન રોડ, અંબામાતા ફળિયા-પંચાયત-સસ્તા અનાજની દુકાન રોડ, કકવાડી છેલ્લા ફળિયા મીઠાના અગરથી મેઠીયા ફળિયા રોડ, આંગણવાડી લોકાર્પણ, દાંતી-કકવાડી માછીમાર રોડ (રૂ. ૫૦૦ લાખ) તેમજ દાંડી પ્રાથમિક શાળાથી અંબાજી નગર થઈ સોનાપ્રાતા ફળિયા રોડ અને કરદિવા રોડ, ભાગડાવડા પાલીક્રીક ફળિયા રોડ, મગોદ નવી નગરી હળપતિવાસ-રોહિતવાસ જોડતો રોડ તેમજ સિવિલ રોડને જોડતો રસ્તો,  ખારીયા ફળિયા રોડ, પશુપતિનાથ સોસાયટી રોડ અને આદિવાસીવાસથી દેવી પ્લોટ-વજીફા ફળિયાથી નગરપાલિકા હદ સુધીનો રોડ. સોમવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી ગુંદલાવ પ્રાથમિક શાળાના લોકાર્પણ સાથે કાર્યક્રમની શરૂઆત થશે. આ દિવસે કુલ ૧૧.૩૫ કરોડ ના ખર્ચે ૧૪ વિવિધ કામો હાથ ધરાશે.
વલસાડના ગુંદલાવ શાળા લોકાર્પણ, આશા તળાવથી નવી જીઆઈડીસી રોડ, ખેરગામ રોડથી ઉજ્જવલ નગર થઈ નવી જીઆઈડીસી રોડ, ભંડારવાડ રોડ, ડેમોસા કંપની પાછળ આદિવાસીવાસ રોડ તેમજ ધમડાચી પીરૂફળિયા જોઈનીંગ વૈષ્ણવદેવી રોડ,  સરોણ હળપતિ રોહિતવાસ રોડ, હિંગળાજ રોકડિયા હનુમાનજી મંદિર રોડ, મચ્છી માર્કેટથી લિમ્બરભાઠા રોડ, સુભાષ નગર તરફનો રસ્તો,  બાવરી ફળિયા-ખોડીયાર સ્ટોર-ચીકુ વાડી રોડ અને કોસ્ટલ હાઈવે-છીંછવાડા ફાટકને જોડતો રોડ.
દિવેદૅં ઈલા નગર-ગાયત્રી નગર રોડ તેમજ દેસાઈ વાડથી હળપતિવાસ થઈ રેલવે ફાટક સુધીનો રસ્તો બનાવામાં આવશે. આ બંને દિવસના કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત પ્રમુખ  હેતલબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ  કિશોરભાઈ પટેલ તેમજ વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ તેજશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સ્થાનિક જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના હોદ્દેદારો, સંબંધિત ગામોના સરપંચ  અને સંગઠનના આગેવાનો અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. આ વિકાસકાર્યોથી સમગ્ર વિસ્તારમાં વાહનવ્યવહાર સરળ બનશે અને સ્થાનિક ગ્રામજનોની સુવિધામાં મોટો વધારો થશે.