ઉમરગામમાં પાણીની સમસ્યાના ઉકેલïવા ધારાસભ્યની સમીક્ષા બેઠક
- byDamanganga Times
- 17 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૬ ઃ ઉમરગામ તાલુકામાં પાણી પુરવઠાને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ૩૫થી વધુ ગ્રામ પંચાયતના સરપંચોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં નવી પાણીની ટાંકીઓની જરૂરિયાત, મુખ્ય પાઇપલાઇનનું સમારકામ તેમજ ગ્રામ પંચાયત કક્ષાઍથી વિવિધ ફળિયાઓમાં પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવાની સુવિધા સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. પાણી પુરવઠાને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને સંબંધિત કામગીરી ઍક મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવા ધારાસભ્ય રમણભાઈ પાટકરે અધિકારીઓને તાકીદ કરી હતી.
આ ઉપરાંત, બેઠકમાં ઉપસ્થિત સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યોને ચર્ચા દરમિયાન નક્કી થયેલી કામગીરી સમયમર્યાદામાં થાય છે કે નહીં તેની નિયમિત દેખરેખ રાખવા અને કામગીરીની પ્રગતિ અંગે કાળજી લેવા સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ વાલવી, કારોબારી અધ્યક્ષ મનીષભાઈ પટેલ, તાલુકા સરપંચ સંઘના પ્રમુખ રાકેશભાઈ વાગાત, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને સંકલન સમિતિના સભ્ય મુકેશભાઈ પટેલ, સરીગામ નોટિફાઇડ બોર્ડના ચેરમેન દિલીપભાઈ ભંડારી, વલસાડ જિલ્લા ભાજપનાં હોદ્દેદાર મયુરીબેન બારિયા સહિત વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો નોંધપાત્ર સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં.
