દમણ કલેકટરાલય પાસે અકસ્માત ઃ ઍકનું મોત
- byDamanganga Times
- 17 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૧૬ ઃ શુક્રવારે સવારે ૧૧ઃ૩૦ વાગ્યાની આસપાસ મોટી દમણમાં કલેક્ટર ઓફિસના મુખ્ય દરવાજા પાસે થયેલા માર્ગ અકસ્માતમાં ૭૨ વર્ષીય ઍક વૃધ્ધનું મોત થયું હતું અને ઍક મહિલા ઘાયલ થઈ હતી. ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, કેતુકુમાર દત્તુભાઈ કામલી કાળા રંગની કાર (ઝ઼ઝ઼-૦૩-પ્-૬૩૮૬) ખૂબ જ ઝડપે અને બેદરકારીથી ચલાવી રહ્ના હતાં. ફૂટબોલ ગ્રાઉન્ડ તરફથી આવતી કાર કલેક્ટર ઓફિસ પરિસરમાંથી બહાર નીકળતી પ્લેઝર મોપેડ (ઝ઼ઝ઼-૦૩-ફ-૨૧૯૫) સાથે અથડાઈ હતી. ટક્કર બાદ, મોપેડ સવાર ગોપાલ બાગો ટંડેલ રસ્તા પર પડી ગયો અને કાર તેના પર ચડી ગઈ હતી. ગંભીર ઈજાઓથી તેનું મૃત્યુ થયું હતું. હોન્ડા ઍક્ટિવા ચલાવતી લક્ષ્મી ઉદય મિત્ના નામની ઍક મહિલા પણ આ અકસ્માતમાં ઘાયલ થઈ હતી.
અકસ્માતનો અવાજ સાંભળતાં જ, કલેક્ટર ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘાયલોને ૧૦૮ ઍમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને નાની દમણના મારવાડ સ્થિત સરકારી નમો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ અકસ્માત ઍટલો ગંભીર હતો કે કાર નજીકમાં પાર્ક કરેલા અન્ય વાહનોને પણ ટક્કર મારી ગઈ. અકસ્માતમાં હોન્ડા સિટી (ઝ઼ઝ઼-૦૩-ખ્પ્-૦૦૧૭), ક્રેટા (ઝ઼ઝ઼-૦૩-પ્-૧૮૭૨), હોન્ડા ઍક્ટિવા (ઞ્થ્-૧૫-ચ્ગ્-૬૪૭૨) અને પ્લેઝર મોપેડ (ઝ઼ઝ઼-૦૩-ફ-૨૧૯૫)ને પણ નુકસાન થયું હતું.
આ ઘટના બાદ, પોલીસ આરોપી ડ્રાઇવર અને ઘાયલ કારને જરૂરી કાનૂની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મોટી દમણના કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ઍફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે.
