હનુમાન ભાગડામાં બાઇક દીવાલમાં અથડાતાં ચાલકનું મોત
- byDamanganga Times
- 17 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ નજીકના હનુમાન ભાગડાના બોરખડા ફળિયામાં રહેતા મનીષભાઈ અજયભાઈ રાઠોડ (ઉં.વ. ૩૧) પોતાની બજાજ પલ્સર બાઇક નંબર ઞ્થ્-૦૫-ન્ગ્-૨૫૬૫ લઈને હનુમાન ભાગડા, ભગત ફળિયા, અનંત આર્ટ સામેથી પસાર થઈ રહ્ના હતાં. તે દરમિયાન બાઇક બેકાબૂ બની કમ્પાઉન્ડની દીવાલ સાથે જોરદાર રીતે અથડાઈ હતી.
અકસ્માતને પગલે મનીષભાઈને માથાના ભાગે ગંભીર હેમરેજ તેમજ બંને ખભાના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં સ્થાનિકો ઍકત્રિત થઈ ગયા હતા અને ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક કસ્તુરબા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં ફરજ પરના તબીબો દ્વારા સારવાર ચાલુ કરવામાં આવી હતી, પરંતુ માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન બપોરે ૨ઃ૪૭ વાગ્યાના સુમારે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક પોતાના પરિવારમાં પત્ની રચનાબેન, વૃદ્ધ માતા તેમજ ઍક ૫ વર્ષની પુત્રી અને ૫ મહિનાનો પુત્ર છોડી ગયા છે. આ બનાવ સંદર્ભે મૃતકના પત્ની રચનાબેન રાઠોડે વલસાડ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
