Damanganga Times.

Damanganga Times.

October 17, 2026

વાપી ગુંજનના શિવમ હોલમાં દુર્ગાપૂજા મહોત્સવ

વાપી ગુંજનના શિવમ હોલમાં દુર્ગાપૂજા મહોત્સવ


વાપી ગુંજન સ્થિત શિવમ હોલ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હોલને રંગબેરંગી લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. માતા દુર્ગાની વિશાળ અને આકર્ષક પ્રતિમાની સ્થાપના કરી ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. મંત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ ભક્તિમય બન્યું છે. દરરોજ સાંજે આરતી, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી રહ્ના છે.