આલીપોરમાં યુવકની લાશ મળી
- byDamanganga Times
- 17 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી શહેરના સુઆયોજિત અને આધુનિક વિકાસને વેગ આપવા વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ‘અર્બન ઍટલાસ પ્રોજેક્ટ’ અંતર્ગત ઞ્ત્લ્ આધારિત મિલકત સર્વે હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા નાણાં વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશ, ગાંધીનગર દ્વારા આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.
પ્રોજેક્ટની કામગીરી માટે ઍમનેક્સ ઇન્ફોટેક્નોલોજીસ પ્રા.લિ. કંપનીની નિમણૂક કરવામાં આવી છે. આ સર્વે અંતર્ગત વાપી શહેરની મિલકતો, જાહેર ઉપયોગિતાઓ અને વિવિધ શહેરી સંપત્તિઓની વિગતો ઍકત્રિત કરીને ઞ્ત્લ્ આધારિત ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. આ ડેટાબેઝના આધારે ભવિષ્યમાં શહેરી આયોજન, માળખાકીય સુવિધાઓના વિકાસ અને નાગરિકલક્ષી સેવાઓનું વધુ સુવ્યવસ્થિત આયોજન કરવામાં મદદ મળશે.
સર્વે કામગીરી દરમિયાન કંપનીના અધિકૃત કર્મચારીઓ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં જઈને મિલકતોની વિગતો ઍકત્રિત કરશે. મિલકતની ઓળખ અને વિગતોની ખરાઈ માટે જરૂરિયાત મુજબ મિલકત વેરાનું બિલ, વીજળીનું બિલ તથા મિલકતની ઇન્ડેક્સ કોપી જેવા સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા જણાવવામાં આવી શકે છે. તેથી નાગરિકોને આ દસ્તાવેજો તૈયાર રાખવા અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે સર્વે દરમિયાન ઍકત્રિત કરવામાં આવતી માહિતીનો ઉપયોગ પ્રોજેક્ટના અધિકૃત હેતુઓ માટે જ કરવામાં આવશે અને માહિતીની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવામાં આવશે.
