Damanganga Times.

Damanganga Times.

October 17, 2026

વાપીમાં ફેક ઇન્સ્ટા. આઈડી બનાવી મહિલાના બિભત્સ ફોટો વાયરલ કર્યા

વાપીમાં ફેક ઇન્સ્ટા. આઈડી બનાવી મહિલાના બિભત્સ ફોટો વાયરલ કર્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૬ ઃ વાપીના છરવાડા વિસ્તારમાં રહેતી ઍક પરિણીતાના ફોટાનો દુરુપયોગ કરી સાયબર હેરાનગતી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે.
પ્રા ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા ઇસમે પાંચથી વધુ બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફરિયાદીના પરિવારના ફોટા ઍડિટ કરી અશ્લીલ રીતે વાયરલ કર્યા હતા. આરોપીઍ ફરિયાદીના દિયર અને સસરા સાથે ચુંબન કરતા હોય તેવા બિભત્સ ફોટા બનાવી વાયરલ કર્યા હતાં. ઍટલું જ નહીં ફરિયાદીની સગીર દીકરીઓ અને પતિના ફોટા પર પણ અશ્લીલ ભાષામાં કોમેન્ટ કરી ફેક આઈડીમાં અપલોડ કર્યા હતાં. જેનાથી તેમની સામાજિક આબરૂને હાનિ પહોંચી છે. ફરિયાદીઍ આ અંગે ઇન્સ્ટાગ્રામમાં રિપોર્ટ કર્યા બાદ ૧૯૩૦ હેલ્પલાઇન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે  ગુનો નોંધી તમામ ફેક આઈડી -  સહિત ૫ આઈડીની તપાસ શરૂ કરી છે. બિભત્સ કોમેન્ટના સ્ક્રીનશોટ પુરાવા તરીકે રજૂ કરાયા છે.