Damanganga Times.

Damanganga Times.

October 17, 2026

વાપી શહેર અને જીઆઈડીસીમાં ટ્રાફિક સિગન્લો કાર્યરત કરવાની જરૂર

વાપી શહેર અને જીઆઈડીસીમાં ટ્રાફિક સિગન્લો કાર્યરત કરવાની જરૂર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૬ ઃ વાપી શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે મુખ્ય ચાર રસ્તાઓ, જંકશન અને ત્રણ રસ્તાના ક્રોસિંગ પર ફરીથી ટ્રાફિક સિગ્નલ શરૂ કરવાની માંગ ઉઠી છે.
વાપીશહેર અને જીઆઇડીસી તથા ગ્રામ્ય વિસ્તારમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્ના છે, ત્યારે ટ્રાફિકનું યોગ્ય નિયમન ન થવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના છે.
વર્ષો પહેલાં વાપીમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે રેલવે અંડરબ્રિજ, મહાત્મા ગાંધી સર્કલ, પેપીલોન હોટલ નજીક, કોપરલી ચાર રસ્તા,  તેમજ વાપી જીઆઇડીસીના પ્રાઇમ હોટલ સર્કલ વંદે માતરમ ચોક અંબે માતા મંદિર સર્કલ અને વીઆઈઍના ચાર રસ્તાઓ અને ગુંજન વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતાં. જોકે, રસ્તાઓના નવીનીકરણ સહિતનાં વિવિધ કારણોસર આ ટ્રાફિક સિગ્નલ હટાવી લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી મુખ્યત્વે ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી જવાનોના ભરોસે રહી છે.
હાલમાં શહેરના મુખ્ય માર્ગો અને જંકશન પર વાહનોની વધતી અવરજવર વચ્ચે ટ્રાફિકનું નિયમન કરવું પડકારજનક બની રહ્નાં છે. ખાસ કરીને વહેલી સવારમાં અને સાંજે પાંચથી આઠ કલાક દરમિયાન વાહનોની વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને કારણે વાહનચાલકોનો સમય બગડે છે અને અકસ્માતની શક્યતાઓ પણ વધી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાપી મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર, વાપી જીઆઇડીસી નોટિફાઇડ બોર્ડ અને વાપી ટ્રાફિક પોલીસ વિભાગ સંકલન કરીને વાપી પંથક ના મુખ્ય જંકશનો પર ટ્રાફિક સિગ્નલ ફરી શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં ભરે તેવી વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો માંગ કરી રહ્ના છે.