Damanganga Times.

Damanganga Times.

October 17, 2026

દમણ જલારામ સોસાયટીમાં પોલીસે ગરબા રોકતા વિવાદ

દમણ જલારામ સોસાયટીમાં પોલીસે ગરબા રોકતા વિવાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૧૬ ઃ દમણના તીન બત્તી પાસે જલારામ સોસાયટીમાં નવરાત્રી ગરબા મહોત્સવ બંધ કરાવવાને લઈને વિવાદ થયો હતો. પોલીસે ગરબા મહોત્સવ બંધ કરવાનો આદેશ આપ્યા બાદ, આયોજક સિમ્પલ ટંડેલ સહિત મોટી સંખ્યામાં યુવાનો પોલીસ સ્ટેશન ગયા હતાં. ઘટનાની જાણ થતાં ભાજપના પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. અહેવાલો અનુસાર રાત્રે ૯ વાગ્યે આરતી પછી ગરબા શરૂ થયા હતાં. લગભગ ૧૦ વાગ્યે પોલીસ સ્થળ પર પહોંચી અને ગરબા બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આયોજક સિમ્પલ ટંડેલ અને ત્યાં હાજર યુવાનોઍ વાંધો ઉઠાવ્યો અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોîચી ગયા હતાં. આ બાબતની જાણ થતાં, નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રિયાંશુ સિંહ ઘટના સ્થળે પહોંચ્યા અને આયોજક સિમ્પલ ટંડેલની વાત સાંભળી હતી. આયોજકે જણાવ્યું કે તેમણે છેલ્લા ૨૫ વર્ષથી ગરબા કાર્યક્રમ માટે પરવાનગી માંગી નથી, તો આ વખતે પરવાનગી અંગે પ્રશ્નો કેમ ઉભા થઈ રહ્ના છે.
અધિકારીઓઍ સ્થળ પર મોટી ભીડ અને બહાર નીકળવાના રસ્તાઓના અભાવને કારણે સુરક્ષા ચિંતાઓ વ્યક્ત કરી હતી. અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી, તેમને શુક્રવારે સવારે જિલ્લા કલેક્ટર સાથે મળવાનું કહેવામાં આવ્યું હતું.
જેના પગલે ભાજપના પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાઍ જિલ્લા કલેક્ટરને મળ્યા અને ગરબા મધરાત સુધી ચાલુ રાખવા વિનંતી કરી હતી. આ બાબતે આયોજકો અને વહીવટીતંત્ર વચ્ચે ચર્ચા થઈ હતી.