વાપી મનપાની ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠકમાં વિકાસલક્ષી નિર્ણયો લેવાયા
- byDamanganga Times
- 17 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૬ ઃ વાપી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક તા.૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સમિતિના ચેરમેન મીતલબેન કુંજલ શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેરના સુઆયોજિત વિકાસને વેગ આપવા વિવિધ વિકાસલક્ષી દરખાસ્તો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં વિકાસ યોજનાને લગતી દરખાસ્તોને મંજૂરી આપી આગળની કાર્યવાહી માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત નાના પ્લોટધારકોને વિકાસ પરવાનગી મેળવવામાં સરળતા રહે અને પ્રક્રિયા ઝડપી બને તે માટે પણ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, ટાઉન પ્લાનર, જુનિયર ટાઉન પ્લાનર, સમિતિના સભ્યો, સંબંધિત કર્મચારીઓ અને કન્સલ્ટન્ટ ઉપસ્થિત રહ્ના હતાં. બેઠકમાં લેવાયેલા નિર્ણયો વાપી શહેરના ભાવિ આયોજન અને સુઆયોજિત વિકાસને નવી દિશા આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
